________________
પ૪
જિનમહત્ત્વહાવિંશિકા/શ્લોક-૯ ક્ષયરૂપ દૃષ્ટાંતને બદલે સંપ્રતિપન્ન સુવર્ણમળને દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરીશું. સંપ્રતિપન્ન સુવર્ણમળ=સમ્યક પ્રકારે પ્રતિપન્ન અર્થાત્ સુવર્ણની સાથે એકમેક ભાવવાળો મળ, અહીં દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરીશું, અને તેવા સુવર્ણમળમાં પ્રક્રિયાથી સાક્ષાત્ શુદ્ધિ થતી દેખાય છે, તેથી તારતમ્યહાનિપ્રતિયોગિતરૂપ હતુ સાક્ષાત્ દેખાય છે, અને તે સુવર્ણમળમાં નિઃશેષતાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ સાધ્ય પણ લોકઅનુભવથી સિદ્ધ છે; કેમ કે શુદ્ધિની પ્રક્રિયા દ્વારા પૂર્ણ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેથી શુદ્ધ થતા સુવર્ણમાં નિઃશેષહાનિપ્રતિયોગિજાતિય આ તારતમ્યહાનિપ્રતિયોગિજાતિ છે, એમ સિદ્ધ થાય છે.
પૂર્વના અનુમાનમાં જેમ પક્ષના એક દેશમાં સાધ્ય રહેતું હતું અને પક્ષના અન્ય દેશમાં હેતુ રહેતો હતો, તેવું આ પ્રકારના અનુમાનમાં નથી, પરંતુ સાધ્ય અને હેતુનું એક અધિકરણ પ્રાપ્ત થાય છે, અને જ્યાં હેતુ રહે છે ત્યાં સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી પૂર્વના અનુમાનમાં જે બાધ અને અસિદ્ધિદોષ આવતા હતા, તે દોષો આ પ્રકારના અનુમાનમાં આવતા નથી.
આ રીતે ‘ન વ વાર્થ' ના અંતર્ગત કથનથી બાધ અને અસિદ્ધિદોષ દૂર થયા; પરંતુ આ અનુમાનમાં અન્ય દોષો આવે છે. તે બતાવવા માટે કહે છે કે “આ પ્રકારે અનુમાન ન કરવું;' કેમ કે આ રીતે દોષનું વારણ કરશો તોપણ અન્ય આપત્તિ આવશે.
તે અન્ય આપત્તિ કઈ છે, તે બતાવે છે – નિઃશેષ ક્ષીયમાણ=નિઃશેષ ક્ષય પામતા, એવા સુવર્ણમળમાં વૃત્તિ અને રાગાદિ દોષ, અને જ્ઞાનાવરણીયાદિ આવરણમાં સાધારણ એવી ઔપાધિકત્વ જાતિ સિદ્ધ થવાથી અર્થાન્તરની આપત્તિ આવશે, અને દોષત્વાદિ જાતિના ગ્રહમાં દષ્ટાંતનું સાધ્યવિકલપણું થશે.
તાત્પર્ય એ છે કે નિઃશેષતાનિપ્રતિયોગિજાતિય નિઃશેષ ક્ષય પામતો સુવર્ણમળ છે, અને જે સાધક આત્માઓ દોષ અને આવરણની હાનિ નાશ કરી રહ્યા છે, તેઓમાં પણ નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વ છે. તેથી સુવર્ણમળ, દોષ અને આવરણ, એ ત્રણેમાં નિઃશેષતાનિપ્રતિયોગિજાતિયત્વ છે. તેથી એ ફલિત થાય કે ત્રણમાં એક નવી ઔપાધિક જાતિની સિદ્ધિ થઈ. તેથી જે નિઃશેષહાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યહાનિપ્રતિયોગિત્વને એકાધિકરણ કરવાનો આશય હતો તે સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org