________________
પર
જિનમહત્ત્વવાત્રિશિકા/શ્લોક-૯ આમ પક્ષનું વિવેચન કરવાથી બૌદ્ધમતમાં પ્રવેશની આપત્તિ હોવાથી પક્ષનું વિવેચન સ્યાદ્વાદી કરે નહીં. તેથી બાધ અને અસિદ્ધિદોષ આવે નહિ.
અહીં ગ્રંથકાર વડે કરાયેલા અનુમાનમાં પક્ષનું વિવેચન કરવા છતાં “સ્યાદ્વાદીનો બૌદ્ધમતમાં પ્રવેશ નહિ થાય” એમ યુક્તિથી બતાવીને પક્ષનું વિવેચન આવશ્યક છે, તેમ બતાવવાપૂર્વક, આ પ્રકારનું અનુમાન બાધ અને અસિદ્ધિદોષવાળું છે. માટે આ પ્રકારનું અનુમાન થઈ શકશે નહિ, એ પ્રમાણે કોઈક કહે છે. તે આ રીતે --
સાધ્યના આશ્રયપણારૂપે પૃથકૃત વ્યક્તિનું ઉપાદાન કરેલ નથી=પ્રસ્તુતમાં નિઃશેષતાનિપ્રતિયોગિત્વરૂપ જે સાધ્ય છે, તેનો આશ્રય જે દોષઆવરણરૂપ પક્ષ છે, તેમાં સાધ્યાશ્રયતા રહેલ છે, અને તે સાધ્યાશ્રયપણા વડે હેતુના આશ્રયથી પક્ષરૂપ વ્યક્તિને પૃથ ગ્રહણ કરેલ નથી અર્થાત્ પૃથ ગ્રહણ કર્યા વગર જ અમે પક્ષમાં બાધ અને અસિદ્ધિદોષનું આપાદન કરેલ છે. તેથી દિગ્નાગમતમાં બૌદ્ધમતમાં, પ્રવેશ નથી.
કહેવાનો આશય એ છે કે સાધ્યનો આશ્રયપક્ષ અને હેતુનો આશ્રયપક્ષ પૃથક રૂપે ગ્રહણ કરીને જો બાધ અને અસિદ્ધિદોષ આપાદન કરવામાં આવે તો દિગ્નાગમતમાં પ્રવેશ થાય. પરંતુ અમે તો=આ પ્રકારનો અનુમાન કરનાર સ્યાદ્વાદીએ તો, સાધ્યનો આશ્રય અને હેતુનો આશ્રય એક જ પક્ષ ગ્રહણ કરેલ છે, અને તે એક જ પક્ષના દેશનો વિભાગ કરીને બાધ અને અસિદ્ધિનું આપાદન કરેલ છે, તેથી સ્યાદ્વાદીનો દિગ્નાગમતમાં પ્રવેશ નહીં થાય.
અહીં વિશેષ એ છે કે પર્વતરૂપ પક્ષને ગ્રહણ કરીને પર્વતની પૂર્વ દિશામાં ધૂમાડો જોઈને કોઈ પશ્ચિમ દિશામાં વહ્નિનું અનુમાન કરે, ત્યારે તે અનુમાન સાચું નથી, તે બતાવવા માટે પર્વતરૂપ પક્ષનું વિવેચન કરીને કહેવું પડે કે જે દેશમાં ધૂમરૂપ હેતુ છે તે દેશમાં વહ્નિની સિદ્ધિ થઈ શકે, પરંતુ જે દેશમાં ધૂમાડો નથી, તે દેશમાં વહ્નિની સિદ્ધિ થઈ શકે નહીં. તેમ પ્રસ્તુતમાં દોષ અને આવરણરૂપ પક્ષને ગ્રહણ કરીને જેના દોષ અને આવરણમાં નિઃશેષ હાનિનું પ્રતિયોગિત્વ છે, તેના દોષ અને આવરણમાં તારતમ્યતાવાળી હાનિનું પ્રતિયોગિત પ્રાપ્ત થતું હોય તો સાધ્યની સિદ્ધિ થઈ શકે; પણ જેના દોષ અને આવરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org