________________
૫૧
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૯ અને તે જ પક્ષનો ઇતરાંશ એટલે સાધક જીવમાં વર્તતા દોષ અને આવરણને લઈને અનુમાન કરીશું તો નિઃશેષહાનિપ્રતિયોગિતરૂપ સાધ્યથી વિપરીત તારતમ્યવતુહાનિપ્રતિયોગિત્વનો ત્યાં પ્રત્યક્ષથી ઉપલંભ હોવાને કારણે પક્ષના એ અંશમાં નિઃશેષહાનિપ્રતિયોગિત્વરૂપ સાધ્યનો બાધ થશે.
આ રીતે પક્ષનું વિવેચન કરવામાં બાધ અને અસિદ્ધિદોષ આવે છે, અને શ્લોકમાં “ક્વચિત્ પદ ગ્રહણ કરેલ છે, તેનાથી તે બાધ અને અસિદ્ધિદોષ નિવર્તન થઈ શકે નહીં, કેમ કે “ક્વચિત્ પદથી કોઈક આત્મામાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, એમ પ્રાપ્ત થાય, અને સાધક આત્મામાં રહેલા દોષ અને આવરણમાં તરતમતા છે, એમ પ્રાપ્ત થાય. તેથી ભિન્ન વ્યક્તિના દોષ અને આવરણ સંપૂર્ણ ક્ષય થયા છે અને ભિન્ન વ્યક્તિના દોષ અને આવરણમાં તરતમતા પ્રાપ્ત થાય છે, એવો અર્થ પ્રાપ્ત થાય. તેથી બાધ અને અસિદ્ધિદોષ ન આવે તે માટે પક્ષનું વિવેચન કરવું પક્ષના વિભાગો કરવા, ઉચિત નથી.
અહીં પ્રશ્ન થાય કે પક્ષનું વિવેચન ન કરીએ તો પક્ષના જે દેશમાં સાધ્ય છે, ત્યાં હેતુ નથી, પરંતુ અન્ય દેશમાં હેતુ છે. માટે સાધ્ય અને હેતુ પરસ્પર સ્થાને પ્રાપ્ત થતા હોય તો તે હેતુથી અનુમાન કઈ રીતે થઈ શકે ? તેની વિચારણા કરવા માટે પક્ષનો વિભાગ કરવો આવશ્યક છે. તેથી પક્ષનું વિવેચન કરવું ઉચિત નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
પક્ષનું વિવેચન કરીએ તો બૌદ્ધમતનો સ્વીકાર થાય, અને આ અનુમાન કરનાર વ્યક્તિ સ્યાદ્વાદી છે. તેથી બૌદ્ધ માને છે તે રીતે એક જ પક્ષના બે વિભાગ કરે નહીં માટે સ્યાદ્વાદીને બૌદ્ધમત પ્રમાણે પક્ષનો વિભાગ કરીને બાધ-અસિદ્ધિદોષ આપી શકાય નહીં. પક્ષના વિવેચનમાં બૌદ્ધમતનો સ્વીકાર આ રીતે પ્રાપ્ત થાય છે –
બૌદ્ધમત ધર્મના ભેદથી ધર્મીનો ભેદ માને છે. આથી એક એવા બીજને પણ કુર્ઘદ્રપત્ર અને અકુર્વકૂપવરૂપે તે જુદા કરે છે. તે રીતે એક જ દોષઆવરણરૂપ પક્ષને નિઃશેષતાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યવદૂહાનિપ્રતિયોગિત રૂપે જુદા કરવામાં આવે તો બૌદ્ધમતનો સ્વીકાર થાય. તેથી પક્ષનું વિવેચન કરવું ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org