________________
૩૯
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૭-૮
નૈયાયિકને ગ્રંથકારશ્રી પૂછે છે કે – “વીતરાગ મહાન નથી' એ પ્રકારના કરાયેલા અનુમાનમાં વીતરાગ પક્ષ છે, અને તે વીતરાગ તમને માન્ય છે કે નહીં ? અને જો નૈયાયિક કહે કે “વીતરાગ અમને માન્ય નથી અર્થાત્ જગતમાં કોઈ વીતરાગ નથી', તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે “જગતમાં કોઈ વીતરાગ ન હોય તો વીતરાગની અસિદ્ધિની પ્રાપ્તિ થાય અને વીતરાગ અસિદ્ધ હોય ત્યારે વીતરા ની મહા નિત્યનિષત્વબાવા' એ પ્રકારના અનુમાનમાં હેતુના આશ્રયની અસિદ્ધિ પ્રાપ્ત થાય. તેથી નૈયાયિકને આશ્રયાસિદ્ધિ નામનો દોષ પ્રાપ્ત થાય. માટે આ અનુમાન થઈ શકે નહીં. તેથી આ આશ્રયાસિદ્ધિ દોષને ટાળવા માટે નિયાયિક કહે કે “વીતરાગ અમને માન્ય છે, પરંતુ વીતરાગ મહાન નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે “વીતરાગની સિદ્ધિ થયે છતે ધર્મીગ્રાહકપ્રમાણથી વીતરાગમાં મહત્ત્વ સિદ્ધ થશે.'
આશય એ છે કે જગતના અન્ય જીવો વીતરાગ નથી, અને આ પુરુષ અન્ય જીવો કરતાં મહાન છે; કેમ કે વીતરાગ છે, એ પ્રકારની બુદ્ધિથી વીતરાગનો સ્વીકાર થાય છે, એ વીતરાગને સ્વીકારવાનું પ્રમાણ છે, અને આ ધર્મીગ્રાહકમાન છે. તેથી જે પ્રમાણથી વીતરાગને સ્વીકાર્યા તે પ્રમાણથી વીતરાગમાં મહત્ત્વ સિદ્ધ થાય છે; કેમ કે સર્વ સંસારી જીવો કરતાં વીતરાગ વિશેષ છે, તેથી મહાન છે; અને વીતરાગમાં ધર્મીગ્રાહકપ્રમાણથી મહત્ત્વ સિદ્ધ થયા પછી તે વીતરાગને પક્ષરૂપે સ્વીકારીને વીતરાગ મહાન નથી' એ પ્રકારના અનુમાનમાં બાધ દોષ છે; કેમ કે સાધ્યની સિદ્ધિ થયા પછી “સાધ્ય નથી' તેમ કહી શકાય નહીં. માટે નિયાયિકે કરેલું અનુમાન સંગત નથી.
તેથી એ ફલિત થયું કે વીતરાગ મહાન છે અને વીતરાગની મહાનતા પૂર્વમાં બતાવેલ (૧) બાહ્ય સંપદા, (૨) અંતરંગ સંપદા અને (૩) સ્વભાવભેદ એ ત્રણ હેતુથી સિદ્ધ થાય છે. IIછા અવતરણિકા :
‘વીતરાગ મહાન નથી; કેમ કે નિત્યનિર્દોષતાનો અભાવ છે. એ પ્રકારના પૂર્વશ્લોક-૭માં તૈયાયિકે કરેલા અનુમાનમાં ઘટરૂપ અવયી દષ્ટાંત બનાવીને ગ્રંથકારશ્રીએ હેતુની વિકલતા બતાવી. તેથી તૈયાયિક હેતુનો પરિષ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org