________________
૨૨
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨-૩ આશય એ છે કે ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થયેલ ભગવાનની ગુણસંપત્તિ એ અવચ્છેદ્ય છે, અને ભગવાનનું વાણીરૂપ વચન અવચ્છેદક છે. સ્યાદ્વાદના આશ્રયણથી તે બંનેનો કથંચિત્ અભેદ હોવાને કારણે અવચ્છેદક એવા વચનને પણ મહત્ત્વ કહેલ છે, અથવા ભગવાનમાં વર્તતા ગુણો લિંગી છે અને તેને જાણવાનું લિંગ ભગવાનનું વચન છે. તેથી બંનેનો અભેદ કરીને ભગવાનના ગુણોના લિંગભૂત એવા વચનને મહત્ત્વ કહેલ છે.
સામાન્યથી જોતાં ભગવાનમાં સર્વજ્ઞતા અને વીતરાગતારૂપ ગુણસંપદા રહેલ છે, તેમ અંતઃસ્કુરણાત્મક વચન પણ રહેલ છે. તેથી ભગવાનના ગુણો અને અંતઃસ્કુરણાત્મક વચન ભગવાનરૂપ એક અધિકરણમાં છે, માટે અંતઃસ્કુરણાત્મક વચનને અવચ્છેદકરૂપે ગ્રહણ કરેલ છે અને ભગવાનની અંતરંગ ગુણસંપત્તિને અવચ્છેદ્યરૂપે ગ્રહણ કરેલ છે; અને ત્યારપછી સ્યાદ્વાદના આશ્રયણથી તે બંનેનો કથંચિત્ અભેદ કર્યો, તેથી ગુણસંપત્તિનું અવચ્છેદક એવું ભગવાનનું વચન પણ મહત્ત્વ છે, તેમ કહેલ છે.
વળી અવચ્છેદ-વિચ્છેદકનો કથંચિત્ અભેદ કરીને ભગવાનનું સંવાદી વચન મહત્ત્વ છે, એમ બતાવ્યા પછી, વચન એ પુદ્ગલાત્મક હોવાથી ભગવાનમાં વૃત્તિ નથી એમ સૂક્ષ્મદ્રષ્ટિથી દેખાય. તેથી તે અવચ્છેદક બની શકશે નહીં એમ લાગવાથી, વચનને લિંગરૂપે ગ્રહણ કરીને લિંગ અને લિંગીના કથંચિત્ અભેદપક્ષનું આશ્રમણ કરીને અંતરંગ ગુણસંપત્તિને જણાવનાર એવું વચનરૂ૫ લિંગ ભગવાનનું મહત્ત્વ છે, તેમ કહેલ છે.Jરા અવતરણિકા :
પૂર્વ શ્લોક-૨માં કહ્યું કે જે કારણથી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તે કારણથી સંવાદી એવું સ્વામીનું વચન મહત્વ છે. તેથી હવે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે તે બતાવે છે – શ્લોક :
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org