________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭
૧૪૭ છે. પરંતુ આ પ્રકારની બુદ્ધની જે ઉત્તમ બુદ્ધિ છે તે સ્વાર્થને સૂચવનારી છે અને પરના અપાયને નહીં જોનારી છે; કેમ કે બુદ્ધને સ્વમાંસભક્ષક એવા વાઘ આદિ પોતાના કર્મનો નાશ કરે છે તે રૂપ પોતાનો સ્વાર્થ દેખાય છે, પરંતુ માંસભક્ષણ કરીને વાઘ આદિ દુર્ગતિમાં જશે તે દેખાતું નથી. વિકલ્પાત્મક સુંદર બુદ્ધિ કરવામાં પણ બીજાના અહિતની ઉપેક્ષા હોય અને પોતાના સ્વાર્થમાત્રનો વિચાર હોય તો દૂષણરૂપ છે. માટે બુદ્ધની આ સુંદર બુદ્ધિ પણ બે દોષોથી આક્રાંત છે માટે સર્વથા સુંદર નથી; જ્યારે સર્વ ભાવો પ્રત્યે ભગવાનને સમતાનો પરિણામ હોવાને કારણે સર્વ વિકલ્પોથી પર એવું નિર્મળ ચિત્ત છે. માટે બોધિસત્ત્વ કરતાં અરિહંતો મહાન છે, એ ફલિત થાય છે.
અહીં વિશેષ એ છે કે પોતાના ઉપર કોઈ અપકાર કરતો હોય અને તેના પ્રત્યે દ્વેષ થાય તેમ હોય તો ટ્રેષના નિવર્તન માટે મહાત્માઓ “આ મારો અપકારી નથી, પણ ઉપકારી છે” એમ ચિંતવન કરીને અપકારી પ્રત્યેના દ્વેષના ઉલ્લેખને દૂર કરવા યત્ન કરે છે, તે વિચારણા સુંદર છે; છતાં સાધક આત્મા નિર્વિકલ્પ ઉપયોગમાં ચિત્તને સ્થિર રાખી શકતો હોય ત્યારે, શત્રુમિત્ર પ્રત્યે સમભાવના પરિણામને વહન કરે એવું ઉત્તમ ચિત્ત હોય છે; તે ભૂમિકામાં “આ મારો ઉપકારી છે તેવા કૃતજ્ઞતાના વિકલ્પરૂપ ચિત્ત દોષરૂપ છે. તેથી સર્વ ભાવો પ્રત્યે સમભાવને વહન કરનારું ચિત્ત શ્રેષ્ઠ છે, અને સર્વ ભાવો પ્રત્યે ભગવાન સમભાવને વહન કરનારા હતા માટે તેમનું ચિત્ત શ્રેષ્ઠ હતું, અને “આ મારા ઉપકારી છે એમ વિચારીને સ્વાર્થપરાયણ અને પરને થતા અપકારને નહીં જોનારું દોષવાળું ચિત્ત બોધિસત્ત્વનું હતું, માટે ભગવાન કરતાં બોધિસત્ત્વનું ચિત્ત શ્રેષ્ઠ નથી. રજા અવતરણિકા :
ભગવાનનું મહત્વ કઈ અપેક્ષાએ છે, તે શ્લોક-૧ થી ૨૬ સુધી બતાવ્યું. તે અર્થનું નિગમન કરતાં કહે છે – શ્લોક :
परार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् । अमूढलक्षो भगवान् महानित्येष मे मतिः ।।२७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org