________________
૧૪૬
જિનમહત્ત્વદ્વાચિંશિકાશ્લોક-૨૬ વાઘ આદિમાં બુદ્ધની જે પણ સત્વબુદ્ધિ છે=સુંદર બુદ્ધિ છે, તે આત્મભરિતપિશુના છે. ‘નાત્મમરિત્વપશુના' શબ્દનો સમાસ સ્પષ્ટ કરે છે –
આત્માને જ પોષણ કરે છે, પરને નહીં, એ આત્મભરી, અને તેનો ભાવ તે આત્મભરિત્વ, અને આત્મભરિત્વને જે સૂચવે છે તે આત્મભરિત્વપશુના.
આનાથી એ પ્રાપ્ત થયું કે બોધિસત્ત્વની સુંદર બુદ્ધિ સ્વાર્થને સૂચવનારી છે. વળી બોધિસત્વની સત્વબુદ્ધિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે –
સ્વમાંસભક્ષક પર એવા વાઘ આદિના અપાયોની દુર્ગતિગમતાદિ અપાયોની, અપેક્ષા રાખતી નથી, એવા સ્વભાવવાળી છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે બોધિસત્ત્વની સુંદર બુદ્ધિ બીજાના અહિતની ઉપેક્ષાના પરિણામવાળી છે. તેનાથી શું ફલિત થયું, તે કહે છે –
અને તે રીતે બોધિસત્વની સુંદર બુદ્ધિ આત્મભરિત્વપિશુના અને પરના અપાયને નહીં જોનારી છે, તે રીતે, અહીંઃબોધિસત્ત્વની સુંદર બુદ્ધિમાં, આત્મભરિત્વપણું અને પરઅપાયઅપેક્ષપણું એ મહાન દૂષણ છે, એ પ્રકારનો ભાવ છે.
તે કહેવાયું છે શ્લોકમાં જે કહેવાયું તે અષ્ટક પ્રકરણ-૨૯, શ્લોક-૭માં કહેવાયું છે –
વિશિષ્ટ અર્થનું પ્રસાધન કરનાર હોવાથીઃકર્મનાશરૂપ વિશિષ્ટ અર્થને સાધનાર હોવાથી, અપકારી એવા વાઘ વગેરેમાં સુંદર બુદ્ધિ=આ ઉપકારી છે એ પ્રકારની બુદ્ધની સુંદર બુદ્ધિ, આત્મભરિતપિશુના છે સ્વાર્થને સૂચવનારી છે, અને પરના અપાયને નહીં જોનારી છે.” (અષ્ટક પ્રકરણ-૨૯/૭)
તિ' શબ્દ અષ્ટક પ્રકરણના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રાજ્ય ભાવાર્થ -
બૌદ્ધદર્શનના અનુયાયીઓ કહે છે કે બુદ્ધનું માંસ ખાઈને બુદ્ધને અપકાર કરનારા એવા વાઘ આદિમાં પણ બુદ્ધે ઉત્તમ બુદ્ધિ કરી છે. “આ વાઘ આદિ મારું માંસ ખાઈને મારા કર્મના નાશમાં સહાય કરનારા છે, માટે મારા ઉપકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org