________________
૧૫
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ એવી તેની પ્રવજ્યા બની. જેઓ આ પ્રકારના સર્વ ઉચિત પ્રયત્નો કરતા નથી, તેઓની પ્રવ્રજ્યા કૃતજ્ઞતા ગુણથી યુક્ત નહીં હોવાથી ઉચિત પ્રવૃત્તિરૂપ નથી. ll૧૯I.
અવતરણિકા -
શ્લોક-૧ થી ૬ સુધીમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનનું અંતરંગ ગુણસંપત્તિથી મહાપણું છે, વિશિષ્ટ સંપદાથી મહાતપણું છે અને સ્વભાવભેદને કારણે પણ મહાનપણું છે. ત્યાં તેયાયિકે શંકા કરી કે ભગવાનમાં નિત્યનિર્દોષતા નથી, માટે ભગવાન મહાન નથી. તેનું નિરાકરણ શ્લોક-૭ થી ૯ સુધી કરીને સ્થાપન કર્યું કે “ભગવાને સાધના કરીને દોષોનો નાશ કર્યો છે, માટે ભગવાન મહાન છે.” વળી, તૈયાયિક ઈશ્વરને જગત્કર્તા માને છે અને વીતરાગ જગત્કર્તા નથી, માટે મહાન નથી, એમ કહે છે. તેનું નિરાકરણ શ્લોક-૧૦ થી ૧૨ સુધી કરીને સ્થાપત કર્યું કે “ભગવાન જગતના કર્તા નહીં હોવા છતાં વીતરાગ હોવાને કારણે મહાન છે.' વળી ભગવાને પરિમિત દાન કર્યું હોવાને કારણે ઉદાર આશયવાળા નહીં હોવાથી ભગવાન મહાત નથી, પરંતુ બોધિસત્વએ અપરિમિત દાન કર્યું છે, તેથી મહાન છે, તેમ શ્લોક-૧૩માં બૌદ્ધની યુક્તિ સ્થાપન કરીને, તેનું નિરાકરણ યુક્તિથી શ્લોક-૧૪-૧૫માં કરીને સ્થાપન કર્યું કે ભગવાને પરિમિત દાન કર્યું છે, આથી જ ભગવાન મહાન છે' ત્યારપછી દાન આપવાને કારણે ભગવાન અકૃતાર્થ છે, એમ કોઈ શંકા કરે છે. તેનું નિરાકરણ કરીને ભગવાન કઈ રીતે કૃતાર્થ છે, તે યુક્તિથી શ્લોક-૧૬ થી ૧૯માં સ્થાપન કર્યું. હવે ભગવાને પુત્રાદિને રાજયાદિ આપ્યું, માટે ભગવાન મહાન નથી, એમ કોઈ કહે છે. તે બતાવીને તેનું નિરાકરણ કરતાં શ્લોક૨૦થી ૨૨ સુધી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चार्हन्महत्त्वं कथमृच्छति ।।२०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org