________________
૮૩
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૨ હોય ત્યારે તેનો ધારણાવચ્છિન્ન પ્રયત્ન ધટને ધારણ કરવાનું કારણ બને છે. આમ છતાં ઘટને ધારણ કરવાના પ્રયત્નવાળા હસ્તાદિ સાથે પટનો સંયોગ થાય તો તે ધારણાવચ્છિન્ન પ્રયત્નથી પટની પણ ધૃતિ પ્રાપ્ત થાય, તેમ જ્યારે ઈશ્વર ધારણાવચ્છિન્ન પ્રયત્ન કરે છે, ત્યારે તેની સાથે સંબંધવાળા સર્વ પદાર્થોની ધૃતિ થવી જોઈએ; અને ઈશ્વરનો બ્રહ્માંડાદિને ધારવા માટેનો પ્રયત્ન કોઈક કાળમાં છે અને કોઈક કાળમાં નથી, એવું નથી, પરંતુ સદા છે. તેથી ધારણાવચ્છિન્ન એવો ઈશ્વરનો પ્રયત્ન સદા છે, માટે સદા માટે ઈશ્વરના ધારણાવચ્છિન્ન પ્રયત્નથી સર્વ પદાર્થોની વૃતિને માનવાનો પ્રસંગ આવશે.
ઈશ્વરના પ્રયત્નને બ્રહ્માંડાદિનો ધારક સ્વીકારવામાં પડતા એવા અન્ય પદાર્થોની પણ ધારણા સ્વીકારવાની આપત્તિ આવે, તેથી તેના નિવારણ માટે નૈયાયિક કહે કે સ્વજનકવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતાનું અથવા ધારણાવચ્છિન્નવિશેષતાનું જ ધારકતાઅવચ્છેદકસંબંધપણું અમે સ્વીકારીશું. તેથી આ સંબંધવિશેષથી બ્રહ્માંડાદિની વૃતિ થાય છે અને પડતા એવા અન્ય પદાર્થોની ધૃતિ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તે આ રીતે –
સ્વ=બ્રહ્માંડાદિનો ધારક પ્રયત્ન, તેનો જનક ઈશ્વર, એ ઈશ્વરમાં વૃત્તિ ધારણા=બ્રહ્માંડાદિને ધારણ કરવાને અનુકૂળ એવી ધારણક્રિયા, એ ક્રિયાથી અવચ્છિન્ન વિશેષ્યતાનું અથવા ઈશ્વરમાં રહેલી ધારણા, તેનાથી અવચ્છિન્ન વિશેષ્યતાનું ધારકતાવચ્છેદકસંબંધપણું સ્વીકાર કરાય તો કોઈ દોષ આવતો નથી.
અહીં વિશેષ એ છે કે ઈશ્વરમાં રહેલી ધારણા વિષયતાસંબંધથી બ્રહ્માંડાદિમાં રહે છે. તેથી બ્રહ્માંડાદિ ધારણાવિશિષ્ટ બને છે. માટે ધારણા વિશેષણ બને છે અને બ્રહ્માંડાદિ વિશેષ્ય બને છે અને બ્રહ્માંડાદિમાં વિશેષ્યતા પ્રાપ્ત થાય છે. વળી જેમ બ્રહ્માંડાદિમાં વિષયતાસંબંધથી ધારણા રહે છે, તેમ સમવાયસંબંધથી રૂપ પણ રહે છે. તેથી રૂપવિશિષ્ટ પણ બ્રહ્માંડાદિ છે. અહીં રૂપ વિશેષણ છે અને બ્રહ્માંડાદિ વિશેષ્ય છે અને બ્રહ્માંડાદિમાં રહેલી વિશેષ્યતા રૂપાવચ્છિન્ન છે, અને રૂપાવચ્છિન્ન વિશેષ્યતા જુદા પ્રકારની છે અને ધારણાવચ્છિન્ન વિશેષ્યતા જુદા પ્રકારની છે, અને રૂપાવચ્છિન્ન વિશેષ્યતાનું નિવારણ કરવા અર્થે ધારણાવચ્છિન્નવિશેષ્યતાધારકતાઅવચ્છેદકસંબંધ છે, એમ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org