________________
૭૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૨ ટીકાર્ચ - વૃતિ:.... નાનુપત્તિ: | શ્લોકમાં ધૃત્યાદિનું ધર્મજન્યપણું છે, એમ કહ્યું ત્યાં ધૃતિનો અર્થ કરે છે – વૃતિઃપતન પ્રતિબંધક સંયોગ. “વૃદ્ધિ માં “સહિ' શબ્દથી સ્થિતિનું ગ્રહણ કરવું. ધૃતિ આદિનું ધર્માદિજન્યપણું છે એ પ્રમાણે જે હેતુ કહ્યો, તેમાં ‘ગરિ' શબ્દથી સ્વભાવાદિનું ગ્રહણ કરવું. અહીં=જગત્કર્તાપણામાં, માનતા=પ્રમાણતા, નથી, અને તેમાં હેતુ તરીકે ધૃત્યાદિનું ધર્માદિજચપણું છે, એમ સંબંધ કરવો.
અહીં પ્રશ્ન થાય કે ધૃતિ આદિનું ધર્માદિજન્યપણું સ્વીકારીને ઈશ્વરને જગતના કર્તા સ્વીકારવામાં પ્રમાણતા નથી, તેમ કહેવામાં આવે તો, અવતરણિકામાં કહેલ શ્રુતિની કઈ રીતે સંગતિ થઈ શકે ? તેથી કહે છે --
ઉક્ત શ્રુતિમાં અક્ષરપદ અને પ્રશાસનપદનું સંગ્રહઅભિમત એકાત્મતાદ્ધર્મપરતયા અક્ષરપદનું સંગ્રહઅભિમત એકાત્મપરપણું હોવાથી અને પ્રશાસનપદનું એક આત્માનું ધર્મપરપણું હોવાથી, અનુપમતિ નથી=શ્રુતિની અસંગતિ નથી.
* સ્વભાવઃ' અહીં ર’ થી નિયતિનું ગ્રહણ કરવું.
ભાવાર્થ –
(૧) બ્રહ્માંડાદિ ધૃતિમીમાંસા –
અવતરણિકામાં અનુમાન કરીને સ્થાપન કરેલ કે બ્રહ્માંડાદિના ધારક એવા પ્રયત્નના આશ્રયપણા વડે જગત્કર્તાપણાની સિદ્ધિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જગત્કર્તા સ્વીકારવામાં પ્રમાણતા નથી; કેમ કે ધૃતિ આદિ ઈશ્વરના પ્રયત્નજન્ય નથી, પરંતુ પુણ્યરૂપ ધર્મથી જન્ય છે, અને લોકસ્થિતિરૂપ પદાર્થના સ્વભાવથી જન્ય છે. માટે ધૃતિ આદિના બળથી જગકર્તારૂપે ઈશ્વરને માનવા ઉચિત નથી.
આશય એ છે કે જગન્ધર્તી જીવોનું તેવા પ્રકારનું પુણ્ય છે કે જેથી પૃથ્વી પડતી નથી પરંતુ સ્થિર રહે છે. વળી લોકસ્થિતિ છે કે જેથી જગવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org