________________
93
દાનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
સંસારમાંથી છોડાવીને મોક્ષમાં પહોંચાડવાનો નિર્મળ અધ્યવસાય છે અને તેનાથી બંધાતું પુણ્યાનુબંધીપુણ્ય જન્માંતરમાં ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત કરાવે તોપણ સંયમ પ્રત્યેના બદ્ધરાગથી બંધાયેલું તે પુણ્ય ભોગસામગ્રીકાળમાં પણ સંયમને અભિમુખ ચિત્તનું આવર્જન કરે છે. તેથી એવા જીવોને જેવો સંયમ પ્રત્યેનો રાગ છે, તેવો ભોગ પ્રત્યેનો રાગ હોતો નથી. આથી ભોગકાળમાં પણ મોહની વૃદ્ધિ થતી નથી, પરંતુ જેવું તે ભોગકર્મ ક્ષીણ થાય કે તુરત સંયમનો પરિણામ ઉલ્લસિત થાય છે. તેથી મોહધારાની વૃદ્ધિ કરે તેવી ભોગની પ્રાપ્તિ આપવાદિક અનુકંપાદાનથી નથી; કેમ કે ભોગકાળમાં પણ ભોગમાં સંશ્લેષ થાય તેવો અધ્યવસાય નથી, પરંતુ વિવેક જીવંત હોવાના કારણે સંયમ પ્રત્યેનો સંશ્લેષ જીવંત છે. ફક્ત તે ભોગાવલી કર્મ વિદ્યમાન છે, તેથી સંયમનો પરિણામ ઉલ્લસિત થતો નથી, અને જ્યારે તે ભોગાવલી કર્મ ક્ષીણ થાય છે ત્યારે સંયમનો પરિણામ ઉલ્લસિત થાય છે; અને ભોગકાળમાં પણ ભોગ પ્રત્યે તેવો રાગ નથી કે જેવો રાગ સંયમ પ્રત્યેનો છે, તેથી ભોગ ભોગવતાં રતિનો અનુભવ થવા છતાં ભવની પરંપરાની વૃદ્ધિ થતી નથી. જેમ તીવ્ર ખણજના દર્દીને તીવ્ર ખણજ થાય ત્યારે ખણવાથી સારું લાગે અર્થાત્ ખણજમાં રિત થાય, છતાં ખણજમાં જેવી ઈચ્છા છે તેના કરતાં અધિક ઈચ્છા આરોગ્યમાં હોય છે; તેમ પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોમાં પણ જેવી ભોગની ઈચ્છા છે, તેના કરતાં આરોગ્યરૂપ સંયમની અધિક ઈચ્છા છે. તેથી તે ભોગથી મોહધારાની વૃદ્ધિ થતી નથી.
આ જ વાતને દૃષ્ટાંતથી પુષ્ટ કરતાં કહે છે : જેમ કોઈ જીવ મંત્રવિશેષથી ભક્તિપૂર્વક જળને મંત્રીને પીએ તો તે જળ અમૃતનું કાર્ય કરે છે, તેવી રીતે પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતી વખતે પણ વિવેકી આત્માઓને આત્માનું પારમાર્થિક નિર્લેપસ્વરૂપ સારરૂપે દેખાતું હોવાથી, અને ભોગની પ્રવૃત્તિ જીવની વિકૃતિરૂપ દેખાતી હોવાથી, વિવેકી આત્માઓ વિવેકથી મંત્રિત એવી ભોગની પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓની ભોગની પ્રવૃત્તિ પણ ભોગકર્મના નાશનું કારણ બનીને સંયમનું કારણ બને છે. પરંતુ જેમ અન્ય જીવોને ભોગની પ્રવૃત્તિ મોહધારાની વૃદ્ધિ દ્વારા સંસારના પરિભ્રમણનું કારણ બને છે, તેમ વિવેકીની ભોગની પ્રવૃત્તિ સંસારવૃદ્ધિનું કારણ બનતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org