SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૧૦ “અહીં=અનુકંપાથી કરાતા દાનમાં, અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદુષ્ય આપતા બુદ્ધિમાન, નિષ્પ્રાંત=દીક્ષાઅવસ્થાવાળા, પણ ભગવાન દૃષ્ટાંત છે.” ૪૦ ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે, અને અહીં=અનુકંપાદાનમાં, પ્રયોગ=અનુમાનનો પ્રયોગ : સાધુને દાવિશેષમાં અસંયતને દાન અદુષ્ટ છે; કેમ કે અનુકંપાનું નિમિત્તપણું છે, ભગવાનના બ્રાહ્મણને અપાયેલા દાનની જેમ, એ પ્રમાણે કહે છે. ।।૧૦। * ‘સાધુનાપિ મહાવ્રતધારિપિ’ અહીં ‘પિ' થી એ કહેવું છે કે શ્રાવકને તો પુષ્ટાલંબનથી અનુકંપાદાન કરવાનું છે, પણ સાધુને પણ પુષ્ટાલંબનથી અનુકંપાદાન ક૨વાનું છે. * ‘નિાન્તોઽપિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, દીક્ષા પૂર્વે તો ભગવાને દાન આપ્યું, પણ દીક્ષિત થયેલા ભગવાને પણ દાન આપ્યું. ભાવાર્થ : સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયી અનુકંપાદાન ઈષ્ટ છે : આર્યસુહસ્તિ મહારાજાએ અનુકંપાથી રંકને દાન આપ્યું, તેમ મહાવ્રતધારી એવા સાધુને પણ પુષ્ટાલંબનને આશ્રયીને આ દાન ઈષ્ટ છે. આશય એ છે કે ભિખારીને ખાવાના આશયથી દીક્ષા આપી અને સાધુનો આહાર આપ્યો, તે વખતે “આ જીવ સંયમને યોગ્ય છે, માટે સંયમ આપવું”, એવો આશય નથી; પરંતુ સંયમના વેશને પામીને આહાર કર્યા પછી આ જીવને બીજાધાનની પ્રાપ્તિ થશે, તેવું જાણીને આર્યસુહસ્તિ મહારાજે અનુકંપાથી ભિખારીને ખાવા આપ્યું છે. તે રીતે પુષ્ટાલંબન હોય તો=વિશેષ ધર્મની પ્રાપ્તિ થતી હોય તો, ગીતાર્થ સાધુએ પણ અનુકંપાથી દાન આપવું યોગ્ય છે. અહીં પ્રશ્ન થાય કે આર્યસુસ્ત મહારાજાએ કોના દૃષ્ટાંતથી રંકને દાન આપ્યું ? એથી કહે છે કે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી બ્રાહ્મણની અનુકંપાથી વસ્ત્રદાન કરે છે, તે દૃષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ પણ રંકને ભોજન આપ્યું. આ દૃષ્ટાંતથી એ ફલિત થાય છે કે જેમ ભગવાન જાણતા હતા કે “આ બ્રાહ્મણ આ મારું અપાયેલું વસ્ત્ર વેચીને સંસારની પ્રવૃત્તિ ક૨શે, તોપણ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy