________________
દાનતાવિંશિકા/બ્લોક-૮
૩૩ સંસારસાગરથી તરો” તેવા પ્રકારનો ભાવ પ્રકર્ષવાળો હોય તો, આચાર્યાદિની કરાયેલી અનુકંપાથી પણ વિશેષ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય ભગવાનની પૂજાથી પ્રાપ્ત થાય છે. આમ છતાં સામાન્યથી ભગવાનની પૂજાના કાળમાં અનુકંપા થાય ત્યારે પૂજકમાં યોગ્ય જીવોને બીજાધાનનો આશય હોય છે અને આચાર્ય પ્રત્યે અનુકંપા થાય ત્યારે આચાર્યની નિશ્રામાં રહેલા સંઘના હિતની ચિંતા હોય છે. તેથી સામાન્ય રીતે આચાર્ય પ્રત્યેની અનુકંપા વખતે અધિક પ્રકર્ષવાળો ભાવ થાય; જ્યારે જિનપૂજામાં અનુકંપાપાત્ર બીજાધાનને યોગ્ય જીવો છે, તેથી આચાર્યની અનુકંપા કરતાં જિનપૂજામાં હીન ભાવ થાય છે; કેમ કે આચાર્યની ભક્તિમાં આચાર્યની નિશ્રામાં રહેલ સમગ્ર સંઘ છે, જે બીજાધાનને યોગ્ય જીવો કરતાં અધિક શ્રેષ્ઠ પાત્ર છે. તેથી વ્યવહારનય પાત્રના ભેદથી ફળભેદ સ્વીકારતો હોવાના કારણે આચાર્યની અનુકંપામાં અધિક ફળ સ્વીકારે છે. આમ છતાં કોઈ સમ્યગ્દષ્ટિ જીવને આચાર્યાદિની અનુકંપાના કાળમાં જેવો ભાવ થાય, તેના કરતાં શાસનપ્રભાવનાના કારણભૂત દાનશાળાના કાળમાં પ્રકર્ષવાળો થાય તો પુણ્યાનુબંધી પુણ્યથી જનિત એવી ઈન્દ્રની પદવી આદિ શ્રેષ્ઠ ફળને પણ પામી શકે, જેવું ફળ આચાર્યની અનુકંપાથી પણ ન થઈ શકે તેવું પણ બને. તેને સામે રાખીને નિશ્ચયનય ભાવના ભેદથી ફળભેદ સ્વીકારે છે. Iછા અવતરણિકા -
कालालम्बनस्य पुष्टत्वं स्पष्टयितुमाह - અવતરણિકાર્ય :
કાળતા આલંબનનું પુષ્ટપણું સ્પષ્ટ કરવા માટે કહે છે – ભાવાર્થ -
શ્લોક-પમાં બતાવેલ કે કારણિક દાનશાળા બીજાધાનનું કારણ છે અને જે દાનશાળા બીજાધાન સંભવે તેવા ઉચિત કાળે કરાયેલ હોય તો પુષ્ટાલંબનરૂપ બનવાથી કારણિક દાનશાળા બને છે, અન્યથા નહીં; અને કારણિક દાનશાળામાં અનુકંપા છે, ઈષ્ટાપૂર્ત કર્મમાં અનુકંપા નથી. તેથી અનુકંપાદાનમાં બીજાધાન સંભવે તેવા કાળના આલંબનનું મુખ્યપણું સ્પષ્ટ કરવા માટે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org