SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દાનતાસિંશિકા/સંકલના પ્રબળ કારણ બને છે. નિશ્ચયનયથી તો સાધર્મિકવાત્સલ્યકાળમાં વર્તતો : (૧) શાસ્ત્રવિધિ અનુસાર ઉચિત યત્ન, (૨) ગુણવાનની ભક્તિ કરવાનો અધ્યવસાય અને (૩) યતનાનો પરિણામ નિર્જરાનું કારણ છે, બાહ્ય ક્રિયાઓ નહીં; તોપણ વ્યવહારનયથી તે બાહ્યક્રિયા શુભ અધ્યવસાયના પ્રકર્ષમાં કારણ પણ છે. આથી સાધર્મિકવાત્સલ્યાદિમાં યતનાના પરિણામપૂર્વક થતી વિરાધનાને નિર્જરાનું કારણ કહી છે. આ ગ્રંથમાં બતાવેલ દાનવિધિના રહસ્યને જાણીને તે વિધિ અનુસાર ઉચિત ભાવોને કરવામાં ધીર પુરુષ પોતાની શક્તિ પ્રમાણે અનુકંપાદાન કરે કે સુપાત્રદાન આપે તો અવશ્ય પરમાનંદ પદને=મોક્ષને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૭૦, ફાગણ વદ-૧, તા. ૭-૩-૨૦૦૪, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy