________________
૧૧૨
દાનહાલિંશિકા/બ્લોક-૩૧ સ્ફટિક બને છે; તેમ જો સાધર્મિક વાત્સલ્યાદિમાં પૂર્વે જીવઘાતપરિણામર્જન્યત્વ હોત અને વર્જનાઅભિપ્રાયથી તે પરિણામનો ત્યાગ થતો હોત, તો તેમ કહી શકાય કે આ સાધર્મિકવાત્સલ્યાદિમાં પૂર્વે જીવઘાતપરિણામજન્યત્વ પ્રકારકપ્રમિતિ હતી, તે હવે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ સાધર્મિકવાત્સલ્યમાં નથી. પરંતુ વિવેકીનું સાધર્મિક વાત્સલ્ય ક્યારેય જીવઘાતપરિણામવાળું હોતું નથી. તેથી તેનું સાધર્મિકવાત્સલ્ય જીવઘાતપરિણામજન્ય_પ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ છે, તેમ પણ કહી શકાય નહીં; કેમ કે પૂર્વમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી હોય અને પાછળથી કોઈક ઉપાધિને કારણે તેનાથી વિપરીત પ્રવૃત્તિ થાય તો તકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ તે દાન બને.
અહીં વિશેષ એ છે કે કોઈ જીવ પ્રથમ શાસ્ત્રવિધિ વગર યથાતથા સાધર્મિકવાત્સલ્ય કરતો હોય તો તે સાધર્મિક વાત્સલ્યને જોઈને જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક સાધર્મિક વાત્સલ્યનું દાન છે, તેવું જ્ઞાન થાય છે; અને કોઈક ઉપદેશક દ્વારા ઉપદેશને પામીને તે જ સાધર્મિક વાત્સલ્ય કરનાર જીવ વર્જનાઅભિપ્રાયવાળો બને તો તે સાધર્મિકવાત્સલ્યને જોઈને પૂર્વમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી હતી, તેના પ્રતિબંધરૂપ વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ પાછળથી કરાતું સાધર્મિકવાત્સલ્યનું દાન બને. પરંતુ જે સાધર્મિક વાત્સલ્ય પ્રારંભથી જ શાસ્ત્રવિધિ પ્રમાણે કરાતું હોય તે સ્થાનમાં તો જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિ થતી જ નથી, તેથી તે સાધર્મિકવાત્સલ્ય જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ બને નહીં. માટે સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવી ઉચિત નથી.
વળી ધર્મસાગરજીએ કહ્યું કે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશના હેતુનો ત્યાગ કરે છે. એમ કહેવાથી એ કહેવું છે કે સાધર્મિક વાત્સલ્યમાં જીવઘાતપરિણામ વર્તતો હોય છે, અને તે જીવઘાતપરિણામ સંયમનાશનો હેતુ છે અર્થાત્ સાધર્મિક વાત્સલ્યમાં જે યતનારૂપ સંયમ છે, તેના નાશનો હેતુ જીવઘાતપરિણામ બને છે, અને તેનો ત્યાગ વર્જનાઅભિપ્રાયથી થાય છે, તેથી સાધર્મિક વાત્સલ્ય સંયમપ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે શ્રાવકનાં બાર વ્રતોમાં અંતિમ ચાર વ્રત શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત એટલે સંયમના અભ્યાસને કરનારી ક્રિયા. તે ચાર શિક્ષાવ્રતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org