________________
૧૦૮
દાનહાનિશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ -
વિધિપૂર્વક સાધર્મિક વાત્સલ્ય આદિ કરનાર શ્રાવક ભક્તિમાં ઉપયોગી ન હોય તેવી હિંસાનું વર્જન કરે છે. તેથી વર્જનાઅભિપ્રાયને કારણે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં રહેલ જીવઘાતપરિણામજન્યત્વરૂપસ્વરૂપનો ત્યાગ થાય છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના સ્વરૂપ વગરની થવાથી નિર્જરા પ્રત્યે પ્રતિબંધક બનતી નથી. માટે સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવામાં કોઈ દોષ નથી, તે પ્રકારે ધર્મસાગરજીનો આશય છે.
ગ્રંથકાર તેમને પૂછે છે કે વિરાધનામાં વર્તતું જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત છે? કે વિરાધનાપદનું વિશેષણ છે?
આશય એ છે કે ઘટમાં વર્તતું ઘટત્વસ્વરૂપ ઘટપદની પ્રવૃત્તિનું નિમિત્ત છે અને ઘટમાં વર્તતું રક્તરૂપ અન્ય ઘટથી રક્તઘટને જુદું પાડનાર હોવાથી ઘટનું વિશેષણ છે; તેમ પ્રસ્તુતમાં “જીવઘાતપરિણામજન્યત્વરૂપ” જે સ્વરૂપ છે, તે “આ વિરાધના છે' - એ પ્રકારના વિરાધનાપદની પ્રવૃત્તિનું કારણ છે ? કે ઘટમાં રહેલું રક્તરૂપ જેમ ઘટનું વિશેષણ છે, તેમ જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાપદનું વિશેષણ છે?
આ રીતે પ્રશ્ન કરીને પ્રથમ વિકલ્પમાં દોષ બતાવે છે – વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત નથી અને વિરાધનાપદનો પ્રયોગ કરાય છે, એ કથન ઉન્મત્તના પ્રલાપરૂપ છે.
આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ નથી, છતાં તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ કહેવું તે ઉન્મત્તના વચન જેવું છે. જેમ કોઈ કહે કે “પટમાં ઘટપદની પ્રવૃત્તિનું નિમિત્ત ઘટત્વ નથી, છતાં આ ઘટ જલધારણ કરવા માટે ઉપયોગી નથી” તો તે ઉન્મત્ત પ્રલાપ છે; કેમ કે ઘટત્વ ન હોય તેવી અન્ય વસ્તુને “આ ઘટ જલધારણ કરવા સમર્થ નથી” એમ કહી શકાય નહીં. તેમ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત્ત જીવઘાતપરિણામજન્યત્વ ન હોય તો તેને વિરાધના કહી શકાય નહીં. આમ છતાં વિરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org