________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭
C3
“અનુકંપાદાન વળી જિનેશ્વરો વડે ક્યારેય પણ નિષેધ કરાયેલું નથી" એ પ્રમાણેનું વચન છે. ||૨૭ાા
ભાવાર્થ :
કોઈ દાતા અસંયતને, ‘આ સાધુવેષધારી છે, માટે સાધુ છે' - એવી કલ્પના કરીને તેઓને શુદ્ધ-આધાકર્માદિ દોષરહિત, આહારાદિ દાન આપે કે અશુદ્ધ=આધાકર્માદિ દોષવાળા, આહારાદિનું દાન આપે તો તે કર્મબંધનું કારણ છે; કેમ કે અસંયતમાં સંયમની બુદ્ધિ વિપર્યાસરૂપ હોવાથી કર્મબંધનું કારણ છે. પરંતુ કોઈ સાધુવેષધારી પણ અસંયત સાધુ શ્રાવકને ત્યાં ભિક્ષા માટે આવ્યા હોય અને જો શ્રાવક તેવા અસંયમીને ભિક્ષા ન આપે તો તે અસંયમી સાધુને શાસન પ્રત્યે દ્વેષ થાય. એટલું જ નહીં, પણ ‘આ લોકોનો ધર્મ દાનનો પણ નિષેધ કરે છે, માટે આ ધર્મ સારો નથી.’ એ પ્રકારનો લોકોમાં શાસનનો ઉડ્ડાહ થાય તેમ હોય, તેવા સમયે તે અસંયતને દ્વેષ કરાવવામાં અને શાસનનો ઉડ્ડાહ કરવામાં શ્રાવક પોતે નિમિત્ત ન બને તે માટે તેવા અસંયતને શ્રાવક ભિક્ષા આપે તો તે અનુકંપાથી અપાયેલું દાન કહેવાય; કેમ કે ‘શાસનનો ઉડ્ડાહ કરીને ક્લિષ્ટ કર્મો લોકો ન બાંધે અને તે અસંયત સાધુ શાસન પ્રત્યે દ્વેષ કરીને ક્લિષ્ટ કર્મ ન બાંધે', તેવા પ્રકારની અનુકંપાથી શ્રાવક અસંયતોને ભિક્ષા આપે છે; પરંતુ ‘આ સુસાધુ છે, માટે પૂજનીય છે' - એવી સુપાત્રની બુદ્ધિથી આપતા નથી, માટે તે રીતે અસંયતને અપાયેલી ભિક્ષા કર્મબંધનું કારણ નથી; અને આવું અનુકંપાદાન શાસ્ત્રસંમત છે, તે બતાવવા માટે કહે છે : ‘ભગવાને અનુકંપાદાનનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી,' એ પ્રકારનું શાસ્ત્રવચન છે.
મારા
આ રીતે અનુકંપાથી અસંયતને આધાકર્માદિ દોષ વગરનું શુદ્ધ દાન કે આધાકર્માદિ દોષવાળું અશુદ્ધ દાન કરે તો આપનારને કર્મબંધ નથી. II૨૭॥ અવતરણિકા :
પૂર્વ શ્લોક-૨૭માં બતાવ્યું કે અસંયતને અનુકંપાથી દાન આપવામાં દોષ નથી. આમ છતાં અસંયતના દોષોનું પોષણ થતું હોય ત્યારે દાન આપવામાં નુકસાન થાય છે, તે બતાવવા માટે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org