________________
નવનીત ભાઈનો આગમ પ્રેમ પ્રશંસનીય, અનુકરણીય છે. તેઓને મળેલી લક્ષ્મીનો ઉપયોગ ભોગ વિલાસમાં નહિકરતા, શાસનસેવાના કામમાં કરેલ છે. સર્વ જીવોને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી મળે, તે માટેનું જ્ઞાન પ્રાપ્ત કરે, પુરુષાર્થ કરે, ભગવંતે બતાવેલ આવશ્યક સૂત્રના ભાવો વ્યવહારથી, નિશ્ચયથી જાણી પોતાના જીવનમાં આત્મ સાક્ષીએ પાપથી પાછા હટવા રૂપ સાચુ પ્રતિક્રમણ કરે, તે માટે જ્ઞાન પ્રસારના કાર્યમાં તેમણે ઉદારતાથી સહયોગ આપેલ છે. સ્થાનકવાસી સમાજ પર તેમનો ઘણો ઉપકાર રહેલ છે. તેમના દરેક ધાર્મિક કાર્યમાં તેમના ધર્મપત્નિ શ્રીમતી ઈન્દિરાન્ટેન તથા સુપુત્ર શ્રી ઋષભભાઈ આદિનો અમૂલ્ય ફાળો રહેલ છે. તેમજ પૂજય પિતાશ્રી ચુનીભાઈ પટેલના આશીર્વાદ પણ ફળીભૂત થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમને વધુમાં વધુ શાસન સેવા કરવાની શક્તિ અને બળ આપે એ જ મંગલ ભાવના.
તેઓશ્રી તરફથી સુધર્મ પ્રચાર મંડળ પ્રકાશિત શ્રાવક સામા. પ્રતિક્રમણ સૂત્ર બુકમાં આર્થિક સહયોગ મળવા બદલ અંતઃકરણપૂર્વક તેમનો આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org