________________
||IITTTTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માTTTTTTTTTTTTT ગાંઠડી છોડી
- ગાંઠડી છોડી, ખીસાં કાતરી, તાળા પર કુચીએ કરી - કોઈનું તાળું બીજી ચાવીથી
ઉઘાડીને લેવું. પડી વસ્તુ ઘણીયાતી જાણી - રસ્તામાં પડેલી વસ્તુની પોતે
માલિકી કરી લેવી. ઈત્યાદિ મોટકું અદત્તાદાન લેવાનાં પચ્ચખ્ખાણ, સગાસંબંધી તથા વ્યાપાર સંબંધી નજરમી ૪ વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ; જાવજીવાએ, દુવિહં, તિવિહેણ, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા; એવા ત્રીજા સ્થૂલ અદત્તાદાન ચેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિવા, તું જહા તે આલોઉં તેનાહડે
- ચોરાઉ વસ્તુ લીધી હોય, તક્કરપ્પઓગે
- ચોરને મદદ કરી હોય, વિરુદ્ધ રજાઈક્રમે રાજ્ય વિરુદ્ધ દાણચોરી વગેરે કરી
હોય,
કૂડતોલે-કૂડમાણે
ખોટાં તોલાં, ખોટાં માપ રાખ્યાં
હોય, તપ્પડિરૂવગ્ન વવહારે - સારી વસ્તુ દેખાડી નરસી આપી
હોય, ભેળસેળ કરી આપી હોય, એહવા ત્રીજા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
1 x કલમ, પેન્સીલ વગેરે તુચ્છ વસ્તુ લેવાથી “આ ચોરી કરે છે', એવો ભ્રમ ન થાય, તેવી ચીજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org