________________
( પ્રતિક્રમણનો મહિમા पडिक्कमणेणं भंते !. जीवे किं जणयइ ?
- પ્રશ્ન- હે ભગવન્! પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે ?
पडिक्क्रमणेणं वयच्छिदाई पिहेइ, पिहियवयच्छिदे पुण जीवे निरूद्धासवे असबल-चरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ ॥
- ઉત્તર - હે શિષ્ય ! પ્રતિક્રમણ કરવાથી વ્રતોમાં લાગેલાં દોષોનું નિવારણ થાય છે. પછી વ્રતોના દોષોથી રહિત થઈને શુદ્ધ વ્રતધારી જીવ, આશ્રયોને (કર્મ આવવાના દ્વારને) રોકીને, સબલાદિ દોષોથી રહિત શુદ્ધ સંયમવાન (મર જાના મંજૂર હૈ, લેકિન દોષ લગાના મંજૂર નહિ) થઈને આઠ પ્રવચન માતામાં (પાંચ સમિતિ+ત્રણ ગુપ્તિ) સાવધાન થાય છે અને સમાધિપૂર્વક સંયમમાર્ગમાં તલ્લીન રહેતો થકો પોતાની ઇન્દ્રિયોને ઉન્માર્ગથી હટાવીને સંયમમાર્ગમાં વિચરણ કરે છે.
उत्तराध्ययन सूत्र अध्ययन-२९ ઉભયકાળ શુદ્ધભાવે પ્રતિક્રમણ કરવાથી જીવ તીર્થંકર નામ | ગોત્રનો બંધ કરે છે.
- જ્ઞાતિધર્મજથા મધ્યયન-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org