________________
IIIIIIII
LIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર-સાIિTIllul
ન આરાહિયં-આરાધના કરેલ ન હોય આણાએ-વીતરાગદેવની આજ્ઞાનુસાર અણુપાલિય ન ભવાઈ-પાલન કરેલ ન હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડં-તેનું મારું પાપ મિથ્યા થાઓ. (૩) સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના : આ
બત્રીશ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય, તો તસ્સ મિચ્છા
મિ દુક્કડ. (૪) સામાયિકમાં સ્ત્રીકથા, (બહેનોએ "પુરુષકથા' બોલવું.)
ભત્તકથા, દેશકથા, રાજકથા : આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડ. સામાયિકમાં આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા : આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞાનું સેવન કર્યું હોય,
તો તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૬) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર
જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાએ કરી કોઈ દોષ લાગ્યો હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડં. સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાળ્યું, વિધિએ કરતાં અવિધિએ થયું હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડ. સામાયિકમાં કાનો, માત્રા, મીંડુ, પદ, હસ્વ દીર્ઘ, અક્ષર, ગાથા, સૂત્ર : ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત સિદ્ધ, કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
સામાયિક ગ્રહણ કરવાની વિધિ સૌથી પહેલા સ્થાન, આસન (પાથરણું), ગુચ્છો, મુહપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org