________________
HTTTTTTTTT
શ્રાવક સામયિક પ્રતિક્રમણ સૂત્ર સાશા
પ્ર.૮ જ.૮
જ.૯
વગેરે. આ આઠ બોલ જાણીને છોડવા યોગ્ય છે. ઉપરોક્ત આત્મ વિરોધી પ્રતિકૂળ આચરણનો ત્યાગ કરીને – (૧) સંયમ (૨) બ્રહ્મચર્ય (૩) કલ્પકૃત્ય (૪) સમ્યફજ્ઞાન (૫) સક્રિયા (૬) સમ્યક્દર્શન (૭) બોધિ = સમ્યક્ત્વનું કાર્ય અને (૮) સન્માર્ગનો સ્વીકાર કરવો. મનુષ્યક્ષેત્ર ક્યાં સુધી છે? જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરદ્વીપ તથા લવણસમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર - આ અઢીદ્વીપ અને બે સમુદ્ર પરિમિત માનવક્ષેત્ર છે. મનુષ્ય ક્ષેત્રમાં જ શ્રમણ ધર્મની આરાધના – સાધના થઈ શકે છે. આગળના ક્ષેત્રોમાં ન તો મનુષ્ય છે, ન શ્રમણધર્મની સાધના છે. અઢાર હજાર શિલાંગ ભેદ કઈ રીતે થાય છે? શીલનો અર્થ આચાર છે. ભેદાનમેદની દૃષ્ટિએ આચારના અઢાર હજાર ભેદ આ પ્રમાણે હોય છે. ક્ષમા, નિર્લોભતા, સરળતા, મૃદુતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્ય – આ દસ પ્રકારનો શ્રમણધર્મ છે. દશવિધ શ્રમણધર્મના ધારનાર મુનિ પાંચ સ્થાવર, ચાર ત્રસ અને એક અજીવ - આ રીતે દસની વિરાધના કરતાં નથી. તેથી દશવિધ શ્રમણધર્મને પૃથ્વીકાય વગેરે દસની અવિરાધનાથી ગુણવાથી ૧૦x૧૦=૧૦૦ ભેદ થાય છે. પાંચ ઇન્દ્રિયોને વશ થઈને જ માનવી પૃથ્વીકાય આદિ દસની વિરાધના કરે છે. તેથી ૧૦૦ને ૫ વડે ગુણતાં ૧OOx૫=૫OOભેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ – આ ચાર સંજ્ઞાઓના નિરોધથી પાંચસોને ચાર વડે ગુણતા – ૫૦૦*૪=૨૦૦૦ ભેદ થાય છે. બે હજારને મન, વચન અને કાયા - આ ત્રણ દંડોના નિરોધથી ત્રણ ગણા કરવાથી ૨૦૦૦૩-૬000 ભેદ થાય છે. છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org