________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પ્ર. ૪.
ધર્મને અધર્મ માને તો મિથ્યાત્વ કેમ છે ?
જ. ૪. ધર્મને અધર્મ સમજવો એટલે – ૫૨મ માન્ય સર્વજ્ઞકથિત સૂત્રોને મિથ્યા સમજવા, તેમને કલ્યાણકારી ન માનવા, ધર્મના ઉપકરણો (વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે) ને પરિગ્રહ માનીને અધર્મ માનવો, વાયુકાયના જીવોની રક્ષાને માટે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાને અધર્મ માનવો. અભયદાન આદિ દાન દેવારૂપ ધર્મને અધર્મ માનવો - તે મિથ્યાત્વ છે.
પ્ર. ૫.
અધર્મને ધર્મ સમજવાનો અર્થ શું છે ?
જ. ૫. અધર્મને ધર્મ સમજવાનો અર્થ છે-મિથ્યાશાસ્ત્રોનેસમ્યશાસ્ત્ર માનવાં, રાગ તથા વિષય વાસનાવર્ધક એવા મિથ્યાવચનોને ભગવાનની વાણી સમજવી. વિતરાગવાણીથી વિપરીત દ્રવ્ય પૂજનની પ્રવૃત્તિને ધર્મ પ્રવૃત્તિ માનવી વગેરે અધર્મને ધર્મ સમજવારૂપ મિથ્યાત્વ છે.
પ્ર. ૬. સાધુને અસાધુ શ્રદ્ધે-માને તો મિથ્યાત્વ કેમ છે ?
જ. ..
જેની શ્રદ્ધા પ્રરૂપણા શુદ્ધ છે, જે મહાવ્રત આદિ શ્રમણધર્મના પાલક છે એવ' સુસાધુને અસાધુ સમજવા મિથ્યાત્વ છે. પ્ર. ૭. અસાધુને સાધુ માને તો મિથ્યાત્વ કોને કહે છે ?
જ. ૭.
જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિથી રહિત છે. જેની શ્રદ્ધા પ્રરૂપણા ખોટી છે, જેનું આચરણ સુસાધુ જેવું નથી, તેમને લૌકિક વિશેષતાને કારણે કે સાધુવેશમાં જોઈને સુસાધુ માનવા તે મિથ્યાત્વ છે.
મોક્ષના માર્ગને સંસારનો માર્ગ માને તે કેવી રીતે મિથ્યાત્વ છે?
મોક્ષમાર્ગ - સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને
પ્ર.૮
૪.૮
Jain Education International
૨૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org