________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર. ૨. વર્તમાનમાં વ્રતસંક્ષેપ શી રીતે કરવામાં આવે છે? જ. ૨. વર્તમાનમાં વ્રતસંક્ષેપ ચૌદ નિયમોથી બધા વ્રતોનું પ્રતિદિન
સંક્ષેપણ કરવામાં આવે છે. ચૌદ નિયમ આ પ્રમાણે છે. (૧) સચિત - પૃથ્વીકાય આદિ સચિત્તની મર્યાદા. (૨) દ્રવ્ય - ખાન, પાન સંબંધી દ્રવ્યોની મર્યાદા. (૩) વિગય – પાંચ વિગયોમાંથી વિગયની મર્યાદા. (૪) પન્ની – પગરખાં, ચંપલ, જૂતા, મોજા આદિની મર્યાદા. (૫) તાંબૂલ – મુખવાસની મર્યાદા. (૬) વસ્ત્ર પહેરવા, ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા. (૭) કુસુમ - ફૂલ, અત્તર આદિની મર્યાદા. (૮) વાહન - મોટર, ગાડી વગેરે વાહનોની મર્યાદા. . (૯) શયન – સૂવા યોગ્ય પાટ, પલંગ, પાથરણાની મર્યાદા. (૧૦) વિલેપન - કેસર, ચંદન, તેલ, સાબુ, અંજન વગેરેની મર્યાદા. (૧૧) બ્રહ્મચર્ય-ચોથા અણુવ્રતને પણ સંકુચિત કરવું, કુશીલની મર્યાદા. (૧૨) દિશા - દિશાઓની મર્યાદા. (૧૩) સ્નાન - સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદા. (૧૪) ભોજન – ભોજન-પાણીની મર્યાદા, એકવાર કે બે વાર તથા
વસ્તુની મર્યાદા કરવી. પ્ર. ૩. ચૌદ નિયમ ધારણ કરવા - તેને દસમા વ્રતમાં શા માટે લેવામાં
આવે છે ? જ. ૩. પ્રતિદિન ચૌદ નિયમ ધારણ કરવા - તેને દસમા વ્રતમાં
ગણવામાં આવે છે. કારણ કે ચૌદ નિયમ ધારણ કરવાથી વ્રતોનો સંક્ષેપ થાય છે અને મર્યાદિત ભૂમિની ઉપરાંત આશ્રવનો ત્યાગ થાય છે. ચૌદ નિયમોમાંથી કોઈ એકનિયમને પ્રતિદિન ધારણ કરવું પણ દેશાવગાસિક વ્રતને અંતર્ગત છે. કોઈ પણ કરયોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org