________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
તથા અચિત્ત અને આવશ્યક રાષ્ટ્રનીતિ, રાજનીતિ,
સમાજનીતિ વગેરેનો ભંગ કરનારને સાપરાધી કહેવાય છે. પ્ર.૧૪ શ્રાવક શા માટે સઅપરાધીની હિંસા છોડતો નથી? જ.૧૪ સંસારમાં રહેવાને કારણે તેના પર આશ્રિતોની રક્ષા આદિ
કરવાનો ભાર (બોજો) હોય છે. તેથી તે સાપરાધી હિંસા છોડી
શકતો નથી. પ્ર.૧૫ નિરપરાધી કોને કહે છે? જ. ૧૫ જેણે કોઈનો અપરાધ ન કર્યો હોય તેને નિરપરાધી કહે છે. જેમકે
- આક્રમણ ન કરનાર શાંતિપ્રેમી મનુષ્ય, ધન, શીલ વગેરેને ન લૂંટવાવાળા શાહુકાર, સુશીલ વગેરે, પોતાને માર્ગે જતાં થકા સિંહ, સાપ વગેરે અને કોઈને કષ્ટ ન પહોંચાડનાર ગાય, હરણ,
તીતડ, માછલી, ઈંડા વગેરે નિરપરાધી છે. પ્ર.૧૬ આકુટ્ટિથી મારવું કોને કહે છે? જ. ૧૬ કષાયવશ, નિર્દયતાપૂર્વક પ્રાણરહિત કરવાં, મારવાની
ઇચ્છાથી મારવું, (ઈરાદાપૂર્વક) તે આકુટ્ટિની ઇચ્છાથી મારવું
કહેવાય છે. પ્ર.૧૭ જીવ પોતાના કર્મો અનુસાર મરે છે અને દુઃખી થાય છે તો પછી
મારવાવાળાને પાપ શા માટે લાગે છે? જ. ૧૭ મારવાની દુષ્ટ ભાવના અને મારવાની દુષ્પવૃત્તિથી જ
મારનારને પાપ લાગે છે. પ્ર. ૧૮ “બંધે' અતિચારનું સ્વરૂપ શું છે? જ. ૧૮ એવા મજબૂત બંધનથી બાંધવું કે જેથી ગતિસંચાર, શરીર
સંચાર અને રક સંચારમાં વિક્ષેપ પડે, તે ગાઢબંધન કહેવાય
છે. પ્ર.૧૯ “વ” ના અન્ય પ્રકારો બતાવો.
Sarka Gandal ####I
NTANIA:Hasmuggliાષા(૨
૦
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org