________________
ImunilalI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાળum.
અજ્ઞાનથી રહિત છે. તેથી ભગવાનનું વચન સંપૂર્ણ સત્ય જ છે. પ્ર.૧૧ પરમત (બીજાનો મત) ગ્રહણ કરવાની આકાંક્ષા શા માટે પેદા
થાય છે? જ.૧૧ અન્ય મતવાળાઓનો આડંબર, પૂજા, ચમત્કાર આદિ જોઇને. પ્ર.૧૨ આવી આકાંક્ષાઓનું નિવારણ શી રીતે કરવામાં આવે છે? જ.૧૨ એ સ્પષ્ટ રીતે સમજવું જોઈએ કે આડંબર આદિ પ્રવૃત્તિઓથી
છકાયના જીવોનો આરંભ થાય છે. આરંભ, સમારંભમાં ધર્મ
નથી. તેથી તેની ઇચ્છા કરવી તે દોષ છે. પ્ર.૧૩ ““પર-પાખંડી પ્રશંસા' કોને કહેવાય છે? જ.૧૩ અન્ય મતવાદીઓના સિદ્ધાંતો, શાસ્ત્રો અને સાધુઓની પ્રશંસા
કરવી તેને પર પાખંડી પ્રશંસા કહે છે. પ્ર.૧૪ પર પાખંડી પરિચયનો અર્થ શું છે? જ. ૧૪ અન્ય મતવાદી સાધુઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓની સાથે
આલાપ, સંતાપ, સહવાસ, પરિચર્યાઆદિ કરવા અને તેમના ગ્રંથોનું અધ્યયન કરવું.
પ્ર.૧ જ.૧
ઈચ્છામિ ખમાસમણોનો પાઠ
(દ્વાદશાવર્ત ગુરુવંદન સૂત્ર) ઈચ્છામિ ખમાસમણોનો પાઠ શા માટે બોલવામાં આવે છે? ગુરુ મહારાજને વંદન કરવાને માટે તથા પોતાનાથી થયેલી અશાતનાની ક્ષમા માંગવાને માટે ઇચ્છામિખમાસમણોનો પાઠ બોલાય છે. આ પાઠનું બીજું નામ શું છે? ઉત્કૃષ્ટ વંદનનો પાઠ અથવા દ્વાદશાવર્ત ગુરુવંદનનો પાઠ.. ક્ષમાશ્રમણનો અર્થ શું છે?
પ્ર. ૨ જ.૨ પ્ર.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org