________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર (સૂત્રના બે પ્રકાર છે. - કાલિક * અને ઉત્કાલિક * કાલિક સૂત્રોને દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પહોરે વાંચવા સ્વાધ્યાય કરવા જોઇએ. આ સમય સિવાય વાંચવું અતિચાર
પ્ર. ૨૩ “કાલે ન કઓ સજ્જાઓ” અતિચાર શું છે? જ.૨૩ જે સૂત્રને માટે જે કાળ નિશ્ચિત કરવામાં આવ્યો છે, તે સમયે
સ્વાધ્યાય ન કરવો દોષરૂપ છે. પ્ર.૨૪ અકાળ સ્વાધ્યાય અને કાળ સ્વાધ્યાયથી શું નુકશાન છે? જ.૨૪ જેમકે જે રાગ કે રાગિણી જે કાળે ગાવા જોઇએ, તેનાથી અલગ
કાળે ગાવાથી તે સાંભળવું સારું લાગતું નથી, તે રીતે જ અકાળે સ્વાધ્યાયથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન તેમજ અહિત થાય છે. તથા યથાકાળે સ્વાધ્યાય નહીં કરવાથી જ્ઞાનમાં હાનિ તથા અવ્યવસ્થિતતાનો દોષ લાગે છે. તેથી આ અતિચાર વર્ક્સ –
નગણ્ય છે. પ્ર.૨૫ અસ્વાધ્યાય – સ્વાધ્યાય કોને કહેવાય છે? જ.૨૫ અસ્વાધ્યાય – અર્થાત એવું કોઈ કારણ કે સમય ઉપસ્થિત થવો
કે જેમાં શાસ્ત્રની સ્વાધ્યાય વર્જિત - અકરણીય છે, તેમાં સ્વાધ્યાય કરવી એ અસક્ઝાયે સક્ઝાય અતિચાર છે.
અસ્વાધ્યાયના ૩૪ કારણ કહેવામાં આવે છે. પ્ર.૨૬ સક્ઝાયે ન સઝાય અતિચાર શું છે? જ.૨૬ સક્ઝાયે ન સક્ઝાય અર્થાત્ સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કરવો
દોષ છે. જે સૂત્રોને વાંચવાનો સમય નિશ્ચિત હોવાનું વિધાન હોય, તે “કાલિક કહેવાય છે. જેમકે – ઉત્તરાધ્યયન, નિશીથ, વ્યવહાર વગેરે. જેના માટે સમયની કોઈ મર્યાદા ન હોય તે ઉત્કાલિક કહેવાય છે. જેમકે – દશવૈકાલિક, નંદી, પ્રજ્ઞાપના વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org