SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર | મુનિરાજ કહેવાય છે. પ્રશ્ન ૧૧ - પદ કોને કહે છે? પાંચ પદોને નમસ્કાર શા માટે? ઉત્તર:- યોગ્યતાને પ્રાપ્ત થયેલા (પૂજ્ય) સ્થાનને ““પદ' કહેવાય છે. આવા નમન કરવા લાયક પદ આખાયે જગતમાં પાંચ જ છે. (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુપદ. તેથી આ પાંચ પદોને જ નમસ્કાર કરવામાં આવે છે. * પ્રશ્ન ૧૨:- નમસ્કારમંત્રના રટણથી શું લાભ થાય છે? ઉત્તર :- નમસ્કાર મહામંત્રની આરાધના તથા તેનું સ્મરણ, રટણ, જાપ કે ચિંતનથી આત્મામાં રહેલા શુદ્ધ ગુણોનું પ્રગટીકરણ થાય છે. બધા પાપોનો નાશ થાય છે. માટે સૂતાં - ઉઠતાં, જમતાં, બહાર જતાં કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલા “નમસ્કારમંત્ર' ભાવપૂર્વક બોલવા જોઈએ. પ્રશ્ન ૧૩:- નમસ્કારમંત્રના બીજા કયા કયા નામો છે? ઉત્તરઃ- (૧) “પંચ પરમેષ્ઠી મંત્ર” અરિહંત આદિપાંચ પદ જગતમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ગુણોના સ્વામી છે. ઊંચામાં ઊંચા પદ ઉપર રહેલા છે. તેથી ““પંચ પરમેષ્ઠી' નામ પણ કહેવાય છે. (૨) “નવકારમંત્ર' -આ નામ લોકોમાં વિશેષ પ્રચલિત છે. “નમો અરિહંતાણ' આદિ મૂલ પાંચ પદ તથા ચૂલિકાના ચાર પદ : ચૂલિકા - મહિમા શ્લોક એસો પંચ નમુક્કારો – આ પાંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કાર છે. સવ પાવપ્પણાસણો - બધા પાપોનો નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વર્સિ – અને બધાં જ મંગલોમાં પઢમં હવઈ મંગલ – પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે. આ રીતે (૫+૪=૯) નવપદ થવાથી “નવકાર-મંત્ર કહેવાય છે. એક પરંપરા બીજી રીતે પણ નવ પદ માને છે : “નમો અરિહંતાણે આદિ મૂલ પાંચ પદ અને બીજા આ ચાર પદ samanartafaBIRTHINITI IIIIIIIIIIIIIIIIII(૧૬૨ અtitlHITHI BIHitHAHIBIHARIHELHIBIH:AlifillHIGHERE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy