________________
|||||Till Dા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર છાTIllllllllllll
નમસ્કુર્ણ સમરસ ભગવઓ મહાવીરસ્સ શ્રાવક સામાયિક સૂત્ર
(અર્થ અને પ્રશ્નોત્તર સહિત)
પાઠ : પહેલો નમસ્કાર - સૂત્ર નમો અરિહંતાણ **- અરિહંત ભગવતોને નમસ્કાર હો. નમો સિદ્ધાણં-સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. નમો આયરિયાણં-આચાર્ય ભગવંતોને નમસ્કાર હો. નમો ઉવઝાયાણ-ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર હો. નમો લોએ સવ્વસાહૂણં-લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર હો.
પાઠ બીજો ગુરુવંદન - સૂત્ર તિકખુત્તો-ત્રણવાર આયોહિણ-જમણી તરફથી શરૂ કરીને પયોહિણ-(જમણી તરફ વળતી પ્રદક્ષિણા કરીને, વંદામિ-સ્તુતિ અથવા વંદન કરું છું. નમસામિ-પંચાંગ નમાવીને નમસ્કાર કરું છું. સક્કારેમિ-સત્કાર કરું છું. સમ્માણેમિ-સન્માન આપું છું. કલ્લાણ-હે ગુરુદેવ ! આપ કલ્યાણરૂપ છો, મંગલ-મંગલરૂપ છો. દેવયં-ધમેદવરૂપ છો. * “અરહંતાણ' શબ્દ નો પ્રયોગ આગમોમાં અનેક જગાએ જોવા મળે છે. “અરહંતાણં' શબ્દ પ્રયોગ પણ ઉચિત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org