________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાઠ : ૨૮ ૫હેલા ખામણા (અરિહંત ભગવંતોને) ખામણાની વિધિ
(ભૂમિ ઉપર બંને ઢીંચણ ઢાળી, બંને હાથની કોણીઓનાભિએ અડાડીને રાખવી તથા બંને હાથ જોડી રાખી સ્થિર ચિત્તે ખામણા બોલવા)
પહેલા ખામણા
પહેલા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીર્થંકરદેવ બિરાજે છે તેઓને કરૂં છું. તે જધન્ય તીર્થંકર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તો ૧૭૦ તેમને મારા તમારા સમય સમયના નમસ્કાર હોજે. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઉપજે તો કર્મની ક્રોડું ખપે, ઉત્કૃષ્ટો રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જે. તે વીશ સ્વામીના નામ કહું છું. ૧. શ્રી સીમંધરસ્વામી, ૨. શ્રી જુગમંધરસ્વામી, ૩. શ્રી બાહુસ્વામી, ૪. શ્રી સુબાહુસ્વામી, ૫. શ્રી સુજાતનાથસ્વામી, સ્વયંપ્રભસ્વામી ૭. શ્રી ઋષભાનનસ્વામી, ૮. શ્રી અનંતવીર્ય સ્વામી, ૯. શ્રી સુરપ્રભસ્વામી, ૧૦. શ્રી વિશાળપ્રભસ્વામી, ૧૧. શ્રી વજ્રધરસ્વામી, ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી, ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી, ૧૪. શ્રી ભુજંગદેવસ્વામી, ૧૫. શ્રી ઇશ્વરસ્વામી, ૧૬. શ્રી નેમપ્રભસ્વામી, ૧૭. શ્રી વીરસેનસ્વામી; ૧૮. શ્રી મહાભદ્રસ્વામી, ૧૯. શ્રી દેવજશસ્વામી, ૨૦. શ્રી અજિતસેનસ્વામી, તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો, તે સ્વામી કેવા છે ? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત
Jain Education International
.
૧૨૬ ------
For Private & Personal Use Only
www.jainelibrary.org