SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૫૫ अस्याश्च निश्चयाभिमुखत्वेन विलक्षणत्वात् । ईहितस्य विशेषनिर्णयोऽवाय:, यथा 'शब्द एवायम्', 'शाङ्ख एवायमिति वा । सक्षेपः। तदेवं व्यतिरेकधर्मनिराकरणपरोऽन्वयधर्मघटनप्रवृत्तश्चापायाभिमुख एव बोध ईहा दृष्टव्या । न च कथं तीहायाः प्रमाणत्वं स्यात्, तस्या अपि निश्चयस्वभावत्वायोगात् तथात्वे चापायेष्वन्तर्भावात्, अनिश्चयस्वभावाया अपि तस्याः प्रमाणत्वे किमपराद्धं संशयेनेति वाच्यम्, निश्चयाभिमुखत्वेन तत्र प्रमाणत्वोपचारात्, परमार्थतस्तु तस्या दर्शनभेदत्वेनैव प्रतिपादनात् । तथा चोक्तं भाष्ये - नाणमवायधिईओ दसणमिटुं जहोग्गहेहाओ (विशे.भा.गा.५३६) न चैवं 'आभिणिबोहियनाणे अट्ठावीसं हवंति पयडीओ'२ इत्यादिना प्रतिपादितस्य मतिज्ञानाष्टाविंशतिविधत्वस्य भङ्ग इति वाच्यम्, ‘यतो मतिज्ञानचक्षुरादिदर्शनयोर्भेदमविवक्षयित्वा तथाप्रतिपादनेऽपि न दोष इति पूज्या व्याचक्षत' इति श्रीअभयदेवसूरय (व्याख्याप्रज्ञप्तिવિવર શતર ૮, ૩૦ ૨, પૃ. ૩૫૭) ફત્યન્ત પ્રસટ્ટોના ईहा च यद्यपि चेष्टोच्यते किन्तु चेतनस्य सेति ज्ञानरूपैवेति युक्तं प्रत्यक्षप्रभेदत्वमस्याः। ईहाऊहा-तर्क-परीक्षा-विचारणा-जिज्ञासेत्यनर्थान्तरम् । वक्ष्यमाणतर्कप्रमाणं त्रैकालिकसाध्यसाधनग्रहणपटु, अत एव च तस्य परोक्षप्रमाणत्वं, ईहा तु वार्तमानिकार्थविषया, अत एव चास्याः प्रत्यक्षप्रभेदत्वमिति व्यक्तमनयोर्भेदः। અને નિશ્ચય તરફ ઢળતી વિશેષવિચારણા તે ઈહા. પછી “આ શબ્દ જ છે એવો નિર્ણય તે અપાય. આને વ્યાવહારિક અર્થાવગ્રહ પણ કહેવાય છે. ત્યારબાદ “આ શંખનો શબ્દ હશે કે ધનુષ્યનો? ના, શબ્દમાં કર્કશતા નથી પણ મધુરતા જણાય છે તેથી આ શંખનો શબ્દ હોવો જોઈએ” એવી ઈહા, ત્યારબાદ “આ શંખનો જ શબ્દ છે' એવો અપાય (વ્યાવહારિક અર્થાવગ્રહ) આ રીતે જાણવું. શંકા : તમે ઈહામાં અનિશ્ચયાત્મકતા જણાવો છો તો ઈહાજ્ઞાન અને સંશયજ્ઞાન બન્ને એકરૂપ થઈ ગયા. (અને જે જ્ઞાન સંશયાત્મક હોય તે પ્રમાણ કહેવાતું નથી એવું તમે સ્વયં પ્રમાણની વ્યાખ્યાના અવસરે કહી ગયા છો). સમા. ઈહા અને સંશય વચ્ચે તફાવત છે. એક જ પદાર્થમાં બે વિરોધી ધર્મો વચ્ચેની દોલાયમાન અવસ્થાને સંશય કહેવાય છે અને એ બેમાંથી સંભવિત જણાતા એક ધર્મના નિશ્ચય તરફ ઢળતી વિચારણાને ઈહા કહેવાય છે. દા.ત. “આ દોરડું હશે કે સાપ ?” આવી વિચારણા તે સંશય. “આ દોરડું હશે કે સાપ? કંઈક હલન-ચલન દેખાય છે માટે સાપ હોવો જોઈએ.” આવી વિચારણા તે ઈહા. (સ્વાદાદરત્નાકર ગ્રન્થમાં “ઈહા એ સંશયપૂર્વક હોય છે એમ કહીને તે બે વચ્ચે ભેદ જણાવ્યો છે. કારણ કે “સ્વ” ક્યારે પણ “સ્વ-પૂર્વક ન જ હોઈ શકે. ઈહાને સંશયપૂર્વક કહેવાથી જ ફલિત થાય છે કે તે બે વચ્ચે પૂર્વોત્તરભાવ છે. તેથી તે બે વચ્ચે ભેદ સ્પષ્ટ છે.) * અપાયનું સ્વરૂપ છે ઈહા પછી અપાય થાય તેથી હવે યથાક્રમ અપાયનું સ્વરૂપ જણાવે છે. જે પદાર્થના વિશેષ ધર્મની १. ज्ञानमपायधृती दर्शनमिष्टं यथावग्रहेहे । २. आभिनिबोधिकज्ञानेऽष्टाविंशतिर्भवन्ति प्रकृतयः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy