SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા अथवा अवग्रहो द्विविधः नैश्चयिकः, व्यावहारिकश्च । आद्यः सामान्यमात्रग्राही, द्वितीयश्च विशेषविषयः तदुत्तरमुत्तरोत्तरधर्माकाङ्क्षारूपेहाप्रवृत्तेः, अन्यथाऽवग्रहं विनेहानुत्थानप्रसङ्गात् । अत्रैव क्षिप्रेतरादिभेदसङ्गतिः, अत एव चोपर्युपरि ज्ञानप्रवृत्तिरूपसन्तानव्यवहार इति द्रष्टव्यम् । 'अथवा'इति - प्रथमं नैश्चयिकेऽर्थावग्रहे रूपादिभ्योऽव्यावृत्तमव्यक्तं शब्दादिवस्तुसामान्यं गृहीतं ततस्तस्मिन्नीहिते सति शब्दत्वप्रकारकनिश्चयः ‘शब्द एवायमि'त्याकारकोऽपायरूपो भवति । तदनन्तरं तु 'शब्दोऽयं किं शाङ्खः शार्गो वा' इत्यादिशब्दविशेषविषयिणी पुनरीहा प्रवर्तिष्यते, शाङ्खत्वप्रकारकः 'शाङ्ख एवायं शब्द' इत्यादिशब्दविशेषविषयकोऽपायश्च यो भविष्यति तदपेक्षया प्राक्तननिश्चयोऽपायोऽपि सन्नुपचारादर्थावग्रहो भण्यते । यस्माच्च विशेषात् परतः प्रमातुस्तज्जिज्ञासा विनिवर्तते सोऽन्त्यो विशेषो ज्ञेयः । तमन्त्यं विशेषं यावद् व्यावहारिकार्थावग्रहेहाऽपायार्थं सामान्यविशेषापेक्षा कर्तव्या । न चैवं क्रमेण अन्त्यविशेषं यावदीहापायसन्ततेः विच्छिन्नाऽर्थावग्रहकथेति वाच्यम्, आद्यस्याव्यक्तस्य सामान्यमात्रगोचरस्यैकसामयिकस्य ज्ञानस्यार्थावग्रहत्वेऽनपायात् । अयमेव च नैश्चयिको निरुपचरितोऽर्थावग्रहः । व्यावहारिकस्य तस्य तु उत्तरोत्तरेहाऽपायापेक्षया एष्यद्विशेषापेक्षयैव चोपचारनिमित्तभूतयाऽर्थावग्रहत्वमिति फलितार्थः । કારણમાં નિશ્ચયાત્મક અપાયરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે. આ યોગ્યતાની અપેક્ષાએ અવગ્રહમાં અપાયના સ્વરૂપને ઉપચારથી માની લઈને જ અવગ્રહના ઉક્ત ભેદો બતાવ્યા છે. આવું માનવાનું કારણ એ છે કે સૂત્રમાં અર્થાવગ્રહનો વિષય સામાન્ય છે, વિશેષ નહીં એવું જણાવાયું છે. તેથી જે જ્ઞાનનો વિષય વિશેષ ન હોય તેમાં વિશેષવિષયતા જે બતાવવામાં આવે તેને અતાત્વિક (ઉપચરિત) જ માનવી પડે. - નિશ્ચય-વ્યવહારની અપેક્ષાએ અવગ્રહના બે ભેદ અથવા, ક્ષિપ્રાદિ વક્ષ્યમાણ ભેદોને ઉપચરિત ન માનતા અવગ્રહના જ અનુપચરિત ભેદરૂપે પણ નયસાપેક્ષ રીતે તેને માની શકાય છે. નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ અવગ્રહ બે પ્રકારના છે. (૧)નૈશ્ચયિક અર્થાવગ્રહ (૨) વ્યાવહારિક અર્થાવગ્રહ. નિશ્ચયનયનો અર્થાવગ્રહ સામાન્યમાત્રગ્રાહી છે એટલે કે તેમાં શબ્દનું જ્ઞાન અવ્યક્ત સામાન્યરૂપે થશે. આ જ્ઞાનમાં શબ્દ, રૂપ-રસાદિથી વ્યાવૃત્તરૂપે જણાતો નથી. ત્યાર પછી “કાનથી સંભળાયો છે માટે આ શબ્દ જ હોવો જોઈએ” ઇત્યાદિરૂપે ઈહા ઉત્પન્ન થશે. ત્યારબાદ “આ શબ્દ જ છે ” એવો નિશ્ચયાત્મક બોધ થશે કે જેને અપાય કહેવાય છે. હા, ત્યારબાદ પણ “આ શંખનો શબ્દ હશે કે વીણાનો ?' ઇત્યાદિ વિશેષવિષયક જિજ્ઞાસારૂપ ઈહા થશે, ત્યારબાદ “આ અમુકનો જ શબ્દ છે' ઇત્યાદિરૂપે પુનઃ અપાય થશે. હવે અહીં, “આ શબ્દ છે' એવો જે પ્રથમ અપાય થયો તેની પછી વિશેષ આકાંક્ષારૂપ ઈહા ઉત્પન્ન થતી હોવાથી તે પ્રથમ અપાયજ્ઞાનને વ્યવહારનયની અપેક્ષાએ અર્થાવગ્રહ પણ કહેવાય છે. તાત્પર્ય એ છે કે - જેની પછી ઈહા અને અપાય પ્રવર્તે તથા જે સામાન્યગ્રાહી હોય તેને અર્થાવગ્રહ કહેવાય. હવે પ્રથમ અપાય પછી ફરીથી વિશેષવિષયક ઈહા-અપાય પ્રવર્તે છે અને “આ શંખનો જ શબ્દ છે' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy