________________
જૈન તર્કભાષા अभ्यासपाटववशेन श्रुतानुसरणमन्तरेणापि विकल्पपरम्परापूर्वकविविधवचनप्रवृत्तिदर्शनात् । अङ्गोपाङ्गादौ शब्दाद्यवग्रहणे च श्रुतानुसारित्वान्मतित्वमेव, यस्तु तत्र श्रुतानुसारी प्रत्ययस्तत्र धारणानां सामस्त्येन मतिज्ञानत्वान्न मतिज्ञानलक्षणस्याव्याप्तिः, श्रुतरूपतायाश्च श्रुतानुसारिष्वेव साभिलापज्ञानविशेषेषु सद्भावान्न श्रुतज्ञानलक्षणस्यातिव्याप्तिः। न च तथापि अङ्गानङ्गप्रविष्टादिषु च वक्ष्यमाणश्रुतभेदेषु मतिज्ञानभेदस्वरूपाणामवग्रहादीनां सद्भावात् सर्वस्यापि तस्य मतिज्ञानत्वप्रसङ्गात् श्रुतज्ञानलक्षणस्याव्याप्तिरिति वाच्यम्, ‘मतिपूर्वमेव श्रुतमिति वचनात् प्रथमं शब्दाद्यवग्रहणकालेऽवग्रहादीनां समुपजायमानत्वात्, तेषां च श्रुताननुसारित्वेन श्रुतत्वायोगात् । यस्तु तेष्वङ्गानङ्गप्रविष्टश्रुतभेदेषु श्रुतानुसारी ज्ञानविशेषः स श्रुतज्ञानमिति नाव्याप्तिः। एतेन, अङ्गानङ्गप्रविष्टेषु श्रुतभेदेषु मतिज्ञानलक्षणगमनादीहादिरूपेषु मतिभेदेषु च साभिलापत्वेन श्रुतज्ञानलक्षणगमनाद् य उभयलक्षणसङ्कीर्णतादोपः केनचिदुद्भाव्यते सोऽपि दत्तोत्तरः। तस्मादवग्रहापेक्षयाऽनभिलापत्वादीहाद्यपेक्षया तु साभिलापत्वात् साभिलापाऽनभिलापं मतिज्ञानमश्रुतानुसारि च, सङ्केतकालप्रवृत्तस्य श्रुतग्रन्थसम्बन्धिनो वा शब्दस्य व्यवहारकालेऽननुसरणात् । श्रुतज्ञानस्य तु साभिलापत्वं श्रुतानुसारित्वमेव च, सङ्केतकालप्रवृत्तस्य श्रुतग्रन्थसम्बन्धिनो वा श्रुतस्य व्यवहारकालेऽवश्यमनुसरणादिति सर्वं सुस्थम् ।
ननु श्रुतानुसारित्वमवधावतिव्याप्तं, अगृहीतसङ्केतकस्य वस्तुनोऽवधिना प्रत्यक्षत्वेऽपि तत्सङ्केतस्य श्रुतविषयत्वात्, अवधेश्च रूपिद्रव्यमात्रविषयकत्वेन सङ्केतग्राहकत्वायोगात् इति चेत्, अत्र केचित्વાચ્ય-વાચકભાવરૂપ સંબંધનું જ્ઞાન થાય એટલે કે “આ શબ્દથી આ અર્થ જાણવો” એવું જ્યારે જણાય તે સંકેતકાળ કહેવાય છે. આ કાળે થતો અવગ્રહ શ્રુતાનુસારી જરૂર છે અને માટે આ રીતે સંકેતકાળે શ્રુતાનુસારી મતિ દ્વારા થતા હોવાથી જ તેને શ્રુતનિશ્રિતના ભેદમાં ગણ્યા છે. પરંતુ વ્યવહારકાળની વાત આખી જુદી છે. એકવાર વાચ્ય-વાચકભાવ જણાઈ ગયા પછીની અભ્યસ્તદશામાં જયારે પણ એ શબ્દ સાંભળે છે કે બોલે છે ત્યારે (એટલે કે વ્યવહારકાળે) શ્રતનું અનુસરણ હોતું નથી. આ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ “ઘટ' શબ્દથી વાચ્ય હોવારૂપે પૂર્વે (સંકેતકાળ) મે જાણેલું.' આવા સંકેતનો સહારો લઈને કોઈ ઘટાદિ શબ્દનો વ્યવહાર અભ્યસ્તદશામાં કરતું નથી, પણ અભ્યાસની પટુતાના કારણે તે તે પદ સાંભળતા કે વાંચતા જે તે તે પદાર્થ જણાઈ જાય છે. તેથી અભ્યસ્ત દશામાં વ્યવહારકાળે ઈહા-અપાય-ધારણા એ શ્રુતાનુસારી નથી અને તેથી તે મતિજ્ઞાનરૂપ જ છે. આમ, શ્રુતજ્ઞાનના લક્ષણની અતિવ્યાપ્તિ કે મતિજ્ઞાનના લક્ષણની અવ્યાપ્તિ ત્યાં થતી નથી.
બીજી વાત, અંગ અને ઉપાંગ શાસ્ત્રોના (કે જે શ્રુતજ્ઞાનના ભેદરૂપે આગળ કહેવાશે, તેના) શબ્દો સંભળાતા તે શબ્દના જ સ્વરૂપ વિશે જે અવગ્રહાદિ થાય છે તે તો શ્રુતના અનુસરણ વિના જ થયેલ શ્રાવણપ્રત્યક્ષજ્ઞાન છે. તેથી તે (શાસ્ત્રોના શબ્દોનું) જ્ઞાન તો મતિજ્ઞાન જ છે. હા, તે પછી તે દરેક પદના સંકેતસ્મરણાદિપૂર્વક શ્રુતાનુસારી જે પદાર્થજ્ઞાન, વાક્યાર્થજ્ઞાન, મહાવાક્યર્થજ્ઞાન અને થાવત ઐદંપર્યાર્થજ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. ટૂંકમાં, શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ એ મતિજ્ઞાન છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org