________________
જૈન તકભાષા एतच्च द्विविधम्-इन्द्रियजम्, अनिन्द्रियजं च । तत्रेन्द्रियजं चक्षुरादिजनितम्, अनिन्द्रिय च मनोजन्म । यद्यपीन्द्रियजज्ञानेऽपि मनो व्यापिपर्ति; तथापि तत्रेन्द्रियस्यैवासाधारणकारणत्वाददोषः । द्वयमपीदं मतिश्रुतभेदाद् द्विधा । तत्रेन्द्रियमनोनिमित्तं श्रुताननुसारि ज्ञानं मतिज्ञानम्, श्रुतानुसारि च श्रुतज्ञानम् । श्रुतानुसारित्वं च सङ्केतविषयपरोपदेशं श्रुतग्रन्थं वाऽनुसृत्य वाच्यवाचकभावेन संयोज्य 'घटो घटः' इत्याद्यन्तर्जल्पाकारग्राहित्वम् । नन्वेवमवग्रह विशेषाग्राहितया व्यवहारानङ्गत्वाच्च तत्र प्रामाण्याऽसम्भवात् । एतेन, अभ्रान्तविशेषणरहितं केवलं 'कल्पनाऽपोढं प्रत्यक्षमि'ति दिङ्नागकृतप्रत्यक्षलक्षणमपि अपास्तम्। स्पष्टत्वकथनेन चाकस्माद्रुमदर्शनाद्वह्निरत्रेति ज्ञानं, यावान् कश्चिद्भूमवान् प्रदेशः स सर्वोऽग्निमानित्यादि व्याप्तिज्ञानं चास्पष्टमपि प्रत्यक्षमाचक्षाण: प्रज्ञाकरगुप्तादिरपि प्रतिक्षिप्तः, अनुमानस्याप्येवं प्रत्यक्षतापत्त्या प्रत्यक्षमेवैकं प्रमाणं स्यात् । ‘इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षं (न्यायसूत्र १/१/४) इति नैयायिकगृहाधीतमपि प्रत्यक्षलक्षणमवध्यादावव्यापकत्वादुपेक्ष्यम्। 'सत्सम्प्रयोग पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम्' इति मीमांसकोक्तप्रत्यक्षलक्षणमपि न चारु, अतिव्याप्त्यनतिक्रमात्, संशयविपर्ययवुद्धयोरपीन्द्रियसम्प्रयोगजन्यत्वेन प्रत्यक्षत्वप्रसक्तेः। 'श्रोत्रादिवृत्तिः प्रत्यक्षमिति' ब्रुवाणाः साङ्ख्यास्तु प्रमाणसामान्यलक्षणे ज्ञाननिवेशेनैव वहिष्कृताः। इत्थञ्च सूक्तं 'स्पष्टं प्रत्यक्ष मिति स्थितं ।
મનોજન્ય કેમ ન કહ્યાં ?
સમા. : તમારી વાત સાચી છે. બન્ને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મનોવ્યાપાર તો હોય જ છે. તેમ છતાં પણ ચાક્ષુષાદિ પ્રત્યક્ષજ્ઞાનમાં મુખ્યરૂપે ઈન્દ્રિયો જ કારણ બને છે. ત્યાં મનની કારણતા અસાધારણ નથી. તેથી તેને ઈન્દ્રિયજન્ય જ કહ્યું તેમાં કોઈ દોષ નથી. (જેમ કે છેદનક્રિયા પ્રત્યે કુહાડીની જેમ હાથ વગેરે પણ કારણ છે જ, તેમ છતાં તે અસાધારણ કારણરૂપ નથી. કુહાડીમાં જ મુખ્ય કારણતા (અસાધારણ કારણતા) હોવાથી તેને કરણ કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.) ટૂંકમાં, જે પ્રત્યક્ષજ્ઞાન થવામાં મનોવ્યાપાર પણ હોય તે ઈન્દ્રિયજ પ્રત્યક્ષ કહેવાય અને જે પ્રત્યક્ષજ્ઞાન થવામાં મનોવ્યાપાર જ હોય તે અનિન્દ્રિયજ પ્રત્યક્ષ કહેવાય.
ઈન્દ્રિયજન્ય અને મનોજન્ય એ બન્ને પ્રત્યક્ષના પાછા બે-બે ભેદ છે.
(૧) મતિજ્ઞાન – જે જ્ઞાન ઈન્દ્રિય કે મન દ્વારા ઉત્પન્ન થતું હોય પણ શ્રતને અનુસર્યા વિના થતું હોય તે.
(૨) શ્રુતજ્ઞાન ) જે જ્ઞાન ઈન્દ્રિય કે મન દ્વારા તો ઉત્પન્ન થતું જ હોય, સાથે શ્રુતને અનુસરીને ઉત્પન્ન થતું હોય તે. (અહીં એટલો ભેદ સ્વયં સમજી લેવો કે જે મતિજ્ઞાનમાં ઈન્દ્રિય જ અસાધારણ કારણ બને તે ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન. જે મતિજ્ઞાનમાં મન જ અસાધારણ કારણ બને તે મનોજન્ય મતિજ્ઞાન. જે શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય જ અસાધારણ કારણ બને તે ઈન્દ્રિયજન્ય શ્રુતજ્ઞાન. જે શ્રુતજ્ઞાનમાં મન જ અસાધારણ કારણ બને તે મનોજન્ય શ્રુતજ્ઞાન.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org