________________
જૈન તર્કભાષા करणेन लब्धेः फले व्यवधानात्, शक्तीनां परोक्षत्वाभ्युपगमेन करणफलज्ञानयोः परोक्ष-प्रत्यक्षत्वाभ्युपगमे प्राभाकरमतप्रवेशाच्च । अथ ज्ञानशक्तिरप्यात्मनि स्वाश्रये परिच्छिन्ने द्रव्याप्रकृतग्रन्थकृभिरेव → ‘उपयोगश्च लब्धिनिमित्तो मनःसाचिव्यादर्थग्रहणं प्रति व्यापारः' इति न लब्धेः प्रमाणत्वकल्पना उपयोगस्य च तद्द्वारत्वकल्पना न्याय्येति विचारयन्त्वत्र विचक्षणाः। किञ्च, चक्रभ्रमणवदुपयोगस्य द्वारत्वकल्पनयैव लब्धीन्द्रियप्रामाण्ये समर्थिते योगानामिव प्रत्यभिज्ञानोत्पत्तावपीन्द्रियाणामेव करणत्वं स्वीक्रियताम्, अनुभवस्मरणयोर्व्यापारत्वमहिम्नैव व्यवधायकत्वाभावोपपत्तिसम्भवात् । तथा चाग्रेतनप्रत्यभिज्ञाप्रामाण्यप्रतिपादनपरग्रन्थासङ्गतिः, प्रत्यभिज्ञानस्य प्रत्यक्षेऽन्तर्भावसम्भवेन न्यायमतानुप्रवेशः, प्रत्यभिज्ञानप्रामाण्यकथोपरतिश्चाऽऽपद्येतेति न किञ्चिदेतत् । इत्थञ्च नैयायिकादिपरिकल्पितसन्निकर्पादिप्रामाण्यवादवदुपचरित एवायं लब्धीन्द्रियप्रामाण्यवादः । નથી. પણ બે વચ્ચે ઉપયોગાત્મક આત્મવ્યાપાર છે તેથી વ્યવધાન પડ્યું.
પૂર્વપક્ષ : લબ્ધીન્દ્રિયથી સીધો અર્થબોધ માનવામાં શું વાંધો ? પછી તો તે અવ્યવહિત કારણ બની શકે ને ?
ઉત્તરપક્ષ : સુષુપ્તિ આદિ અવસ્થામાં પણ આત્મામાં અર્થગ્રહણની શક્તિ તો છે જ. પરંતુ ત્યારે ઉપયોગરૂપ આત્મવ્યાપાર ન હોવાથી જ અર્થબોધ થતો નથી એ વાત અમે પૂર્વે જણાવેલી જ છે. જો લબ્ધીન્દ્રિયથી સીધો અર્થબોધ થઈ શક્તો હોત તો સુષુપ્તિ આદિ કાળે અર્થબોધ થવામાં કોણ બાધક છે ? માટે વચ્ચે આત્મવ્યાપાર તો માનવો જ પડે. તાત્પર્ય એ છે કે, સ્વ-પરવ્યવસાયિજ્ઞાન એ ઉપયોગેન્દ્રિયરૂપ છે. આત્મામાં અર્થગ્રહણ કરવાની શક્તિ તો અર્થજ્ઞાન થવાની ઘણી ક્ષણો પૂર્વે પણ વિદ્યમાન હતી જ અને તેમ છતાં ય અર્થબોધ થયો નહોતો અને ઉપયોગ પ્રવર્તતા જ પ્રમાતાને અર્થબોધ થઈ જાય છે તેથી અર્થબોધની અવ્યવહિત પૂર્વેક્ષણમાં ઉપયોગ જ હાજર થયો કહેવાય અને તેથી તેને જ કરણ કહેવાય.
સારાંશ : અજ્ઞાનાત્મક હોવાથી દ્રવ્યેન્દ્રિય એ પ્રમાણરૂપ નથી. અવ્યવહિત કારણ રૂપ ન હોવાથી લબ્ધીન્દ્રિય પણ પ્રમાણરૂપ નથી. સ્વ-પરવ્યવસાયિજ્ઞાનાત્મક અને અવ્યવહિતકારણરૂપ હોવાથી ઉપયોગેન્દ્રિય જ પ્રમાણરૂપ છે.
પૂર્વપક્ષ : લબ્ધીન્દ્રિયને જ પ્રમાણ માની લઈએ અને ઉપયોગેન્દ્રિયને દ્વાર (વ્યાપાર) માની લઈએ તો પછી કોઈ વાંધો નહીં આવે. ધાર એ વ્યવધાનરૂપ ગણાતું નથી. જેમ ચક્રભ્રમણરૂપ વ્યાપાર દંડ અને ઘટોત્પત્તિ વચ્ચે હોવા છતાં પણ તેને વ્યવધાન પાડનાર ગણાતું નથી તેમ પ્રસ્તુતમાં પણ લબ્ધીન્દ્રિય અને અર્થબોધની વચ્ચે હોવા છતાં પણ ઉપયોગેન્દ્રિયને વ્યવધાનરૂપ નહીં ગણી શકાય.
ઉત્તરપક્ષ : તમારી આ દલીલ પણ પોકળ છે કારણ કે અહીં એવું લાગે છે કે દ્વાર તે બની શકે કે જે પોતાનાથી ભિન્ન એવા કરણ-ફલને ઉત્પન્ન કરે. ચક્રભ્રમણ એ દ્વાર છે કારણ કે તે પોતાનાથી ભિન્ન એવા અને દંડના ફલરૂપ એવા ઘટને ઉત્પન્ન કરે છે. એ જ રીતે પુણ્ય એ દ્વાર છે કે કારણ કે તે પોતાનાથી ભિશ અને દાનક્રિયાના ફળસ્વરૂપ એવા સ્વર્ગને મેળવી આપે છે. પ્રસ્તુતમાં, ઉપયોગ જો ફલજ્ઞાનથી=કાર્યથી ભિન્ન હોય તો જ તે લબ્ધીન્દ્રિયનું દ્વાર બની શકે, પરંતુ એવું નથી. કારણ કે ઉપયોગ અને ફલજ્ઞાનનો કથંચિત્ અભેદ માનેલો છે. (આ વાતની સિદ્ધિ થઈ ગઈ છે.) તેથી લબ્ધીન્દ્રિયને પ્રમાણ માનવામાં વ્યવહિતકારણતા માનવાનો દોષ અક્ષત ઊભો જ રહે છે. તદુપરાંત, લબ્ધીન્દ્રિય સાક્ષાત્ ઉપયોગને ઉત્પન્ન કરતી નથી. પણ, માત્ર આત્મામાં અર્થબોધની યોગ્યતા ઊભી કરી આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org