SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ O જૈન તર્કભાષા ङ्गादनुमेयत्वविरोधः । यदि पुनरप्रत्यक्षा ज्ञानशक्तिस्तदा तस्यां करणज्ञानत्वे प्राभाकरमतसिद्धिः, तत्र करणज्ञानस्य परोक्षत्वव्यवस्थितेः फलज्ञानस्य प्रत्यक्षत्वोपगमात् । ततः प्रत्यक्षकरणज्ञानमिच्छतां न तच्छक्तिरूपमेषितव्यं स्याद्वादिभिरिति चेत्, तदनुपपन्नमः एकान्ततोऽस्मदादिप्रत्यक्षत्वस्य करणज्ञानेऽन्यत्र वा वस्तुनि प्रतीतिविरुद्धत्वेनाऽनभ्युपगमात् । द्रव्यार्थतो हि ज्ञानमस्मदादेः प्रत्यक्षम्, प्रतिक्षणपरिणामशक्त्यादिपर्यायार्थतस्तु न प्रत्यक्षम्। तत्र स्वार्थव्यवसायात्मकं ज्ञानं स्वसंविदितं फलं प्रमाणाभिन्नं वदतां करणज्ञानं प्रमाणं कथमप्रत्यक्षं नाम? | न च येनैव रूपेण तत्प्रमाणं तेनैव फलं येन विरोधः। किं तर्हि?। साधकतमत्वेन प्रमाणं साध्यत्वेन फलम् । साधकतमत्वं परिच्छेदनशक्तिरिति प्रत्यक्षफलज्ञानात्मकत्वात प्रत्यक्षं शक्तिरूपेण परोक्षम् । ततः स्यात् प्रत्यक्षं स्यादप्रत्यक्षम् इत्यनेकान्तसिद्धिः । यदा तु प्रमाणाद्भन्नं થઈ ગઈ હોય છે. આંખનો બાહ્ય આકાર તો આપણી જેવો જ જણાતો હોય છે. પરંતુ ઉપકરણેન્દ્રિય, એટલે કે અર્થગ્રહણશક્તિ હણાઈ ગયેલી હોય છે તેથી તેને દેખાતું નથી. આ જ વાતને દૃષ્ટાન્તથી વિચારીએ તલવારથી છેદનક્રિયા થઈ શકે છે. પરંતુ (બાહ્ય આકૃતિમાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોવા છતાંય) બુઠ્ઠી તલવારથી છેદનક્રિયા થઈ શક્તી નથી. કારણ કે તેની છેદન કરવાની શક્તિ હણાઈ ગઈ હોય છે. લબ્ધીન્દ્રિય એટલે આત્માની અર્થગ્રહણ કરવાની શક્તિવિશેષ. ઉપયોગેન્દ્રિય એટલે લબ્ધીન્દ્રિયની મદદથી અર્થગ્રહણ કરવામાં આત્માનો વ્યાપારરૂપ પરિણામ. આત્માનો આ વ્યાપાર જ્ઞાનાત્મક જ હોય છે. એટલે ઉપયોગેન્દ્રિય જ્ઞાનાત્મક સિદ્ધ થાય છે. પછી તેને પ્રમાણ કહેવામાં કોઈ વાંધો રહેતો નથી. શંકા : આત્માનો આવો જ્ઞાનાત્મક વ્યાપાર (ઉપયોગેન્દ્રિય) માનવામાં પ્રમાણ શું છે ? સમા. : વ્યાપાર વિનાનો આત્મા સ્પર્શાદિ વિષયનો પ્રકાશક બનતો નથી. કારણ કે વ્યાપાર વિનાના કારક દ્વારા ક્રિયા થઈ શકતી નથી, એટલે આત્માનો ઉપયોગ જયાં ભળતો હોય તે જ વિષયનો બોધ થાય. આ વાતને દૃષ્ટાન્ત દ્વારા વિચારીએ – ધારો કે કોઈ માણસ ગાડીમાં બેઠો છે. ગાડીની બારીના કાચ બંધ છે. અચાનક બહાર રસ્તા ઉપર કંઈક ધમાલ થવાથી પેલા ગાડીમાં બેઠેલા માણસનું ધ્યાન બહાર ગયું. કાચ પારદર્શક હોવાથી તેને બધું નજરે દેખાયું. ઘરે જઈને તેણે આખો પ્રસંગ અન્ય સભ્યોની સામે વર્ણવ્યો પણ ખરો. હવે ત્યારે કોઈકે પૂછ્યું કે “તમે આ બધું ગાડીમાંથી જોયું ત્યારે બારીનો કાચ ઉપર ચડાવેલો હતો કે નહીં? તો શક્ય છે કે એ વાતનો પેલાને પાકો નિર્ણય ન પણ હોય. જો ઈન્દ્રિયાર્થસંનિકર્ષ થવા માત્રથી જ (આત્માનેા ઉપયોગ વિના જ) જ્ઞાન થતું હોય તો અહીં કાચ સાથે તો નેત્રને સંનિકર્ષ પહેલા થયો છે, બહારના દૃશ્ય સાથે તો પછી થયો છે. તેથી કાચ વચ્ચે હતો કે નહીં ? એનો નિર્ણય તેને હોવો જોઈએ ને ! પણ એવું દેખાતું નથી. માટે જણાય છે કે આત્માના ઉપયોગ રૂપ વ્યાપાર વિના વિષયબોધ થઈ શકતો નથી. પાલિતાણા જઈને દાદાના ઝપાટાબંધ દર્શન કરીને આવેલા કેટલાક ભાવિકોને પૂછીએ કે “દાદાના મસ્તકે મુગટ હતો કે નહીં?” તો જવાબ “પાકો ખ્યાલ નથી એવો પણ મળે છે. આ બધું સૂચવે છે કે અવ્યાકૃત એટલે કે નિર્વ્યાપાર એવો આત્મા વિષયને જણાવી શકતો નથી. પછી ભલેને ઈન્દ્રિયાર્થસંનિકર્ષ તે સમયે વિદ્યમાન હોય. જો આત્માનો વ્યાપાર માન્યા વિના જ (ઈન્દ્રિયાર્થસંનિકર્ષ માત્ર દ્વારા) અર્થબોધ માનવામાં આવે તો પછી માણસને ભર ઊંઘમાં પણ કોમળ તકિયાનો સંપર્ક હોવાથી તેના સ્પર્શાદિનું જ્ઞાન થઈ જવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy