________________
પ્રમાણપરિચ્છેદ
૧૭ संवित्तिलक्षणैककार्यसाधकत्वमाश्रित्या भेदोऽप्युपपद्यत एवेति । किञ्च, यथा सर्प आत्मानमात्मना वेष्टयतीत्यत्राभेदे कर्तृकरणभावस्तद्वदत्रापीति दीप्रं प्रकाशते भेदाभेदवादभास्वान्। इत्थञ्च सिद्धे प्रमाणफलयोर्भेदानुविद्धाभेदे सौगतपक्षोऽप्येकान्तेन प्रमाणादभिन्नं फलं प्रतिपादयन् प्रत्याख्यातो भवति । तथा च तत्सिद्धान्तः- 'उभयत्र तदेव ज्ञानं प्रमाणफलमधिगमरूपत्वात्', “उभयत्रेति = प्रत्यक्षेऽनुमाने च तदेव ज्ञानं प्रत्यक्षमनुमानलक्षणं फलं कार्यम्, कुतः? अधिगमरूपत्वादिति परिच्छेदरूपत्वात्,
तथाहि- परिच्छेदरूपमेव ज्ञानमुत्पद्यते। न च परिच्छेदादृतेऽन्यद् ज्ञानफलं, भिन्नाधिकरणत्वादिति सर्वथा न प्रत्यक्षानुमानाभ्यां भिन्नं फलमस्ति' (दिङ्नागविरचितन्यायप्रवेशे पृ.७, हरिभद्रसूरिकृतान्यायप्रवेशवृत्ती-पृ.३६) एतच्च न समीचीनं, एकान्ताभिन्नयोः सहोत्पत्तिकत्वनियमात्, सहोत्पत्तिकयोश्च सव्येतरगोविषाणवत् हेतुफलभावविरहात् । किञ्च, हेतुफलभावस्य सम्वन्धरूपतया द्विष्ठत्वनियमः, स च क्षणक्षयैकदीक्षितेन सौगतेन साधयितुमशक्यस्ततश्च कथं 'अयं हेतुरिदं फलमि'ति प्रतिनियता प्रतीतिः? एकस्य ग्रहणेऽप्यन्यस्याग्रहणे तदसम्भवात् । 'द्विष्ठसम्बन्धसंवित्ति:करूपप्रवेदनात्, द्वयोः स्वरूपग्रहणे सति सम्बन्धवेदनं' इति वचनात् । यदपि धर्मोत्तरेण તો એક જ છે પણ તેના બે કાર્યો જુદા જુદા છે અને કાર્યભેદના કારણે એનું એ જ જ્ઞાન પ્રમાણ પણ કહેવાય છે અને ફલરૂપ પણ કહેવાય છે. દીપકના દષ્ટાન્તથી આ વાત વધુ સ્પષ્ટ થાય છે. પોતાના પ્રકાશ દ્વારા દીપક જેમ પરપ્રકાશક બને છે તેમ સ્વયં પ્રકાશ્ય પણ બને જ છે. અને તેમ છતાં દીપક એક જ છે એવું જણાય પણ છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ પ્રમાણ અને ફળ વચ્ચે પણ ભેદાભેદ જાણવો.
(વિશેષ : અહીં ગ્રન્થકારે સ્વવ્યવસાયને ફળ કહ્યું એટલે જ પ્રમાણનું સ્વ-પરવ્યવસાયિત્વ લક્ષણ ઊડી જવાની શંકા થઈ. તદુપરાંત, શ્રીવાદિદેવસૂરિ મહારાજના મન્તવ્ય સાથે વિરોધ આવવાની શંકા થઈ શકે છે કારણ કે પ્રમાણનયતત્તાલોકાલંકારમાં તેઓશ્રીએ ફળનું પ્રતિપાદન આ રીતે કર્યું છે. ) વપરવ્યવસતિક્રિયારૂપ જ્ઞાનનિવૃજ્યારડ્યું હતું તુ સાધ્યમ્, પ્રમાનિધ્ધાદ્યત્વત્ (સૂત્ર ૬/૬) સ્વ-પરના વ્યવસાયની ક્રિયારૂપ જે અજ્ઞાનનિવૃત્તિ એ જ અહીં ફળ છે કે જે પ્રમાણથી નિષ્પાદ્ય છે. હવે અહીં તો સ્વ-પરવ્યવસાયને જ ફળ કહેવાયું છે. જયારે પ્રસ્તુત ગ્રન્થકારે માત્ર સ્વવ્યવસાયને ફળ કહ્યું છે. પરંતુ તેમ છતાં, અહીં કોઈ વિસંવાદ નથી. તે આ રીતે – શ્રીવાદિદેવસૂરિ મ. એ અભેદનયને પ્રાધાન્ય આપીને ઉપરોક્ત વિવક્ષા કરી છે જ્યારે પ્રસ્તુત ગ્રન્થકારની વિવક્ષામાં ભેદનયની પ્રધાનતા છે. પ્રસ્તુત ગ્રન્થકારનો અહીં એવો અભિપ્રાય જણાય છે કે – પરપ્રકાશકત્વ વિના સ્વપ્રકાશકત્વ અનુપપન્ન હોવાથી ફળજ્ઞાનમાં સ્વપ્રકાશકત્વ કહેવા માત્રથી પરપ્રકાશકત્વ તો અર્થોપત્તિથી જ જણાઈ જાય છે. પછી સ્વ-પર ઉભયવ્યવસાયને સાક્ષાત્ ફળ તરીકે કહેવાનું ગૌરવ શા માટે કરવું ? માટે તેમણે માત્ર સ્વવ્યવસાયને જ ફળરૂપે જણાવ્યું છે. બાકી કથંચિત્ અભેદ હોવાથી ફળજ્ઞાનમાં પણ સ્વ-પર ઉભયવ્યવસાયિત્વ પ્રસ્તુત ગ્રન્થકારને પણ સંમત જ છે. ગ્રન્થકારનો આવો અભિપ્રાય, આગળની જ્ઞાનામનિવૃત્તિત્ત્વર્થજ્ઞાતિતાવ્યવહારનવશ્વનવ્યવસતિપર્યવસિવ સામાન્યત: હમિતિ દ્રષ્ટવ્ય' આ પંક્તિથી પણ સ્પષ્ટ થાય છે. આ રીતે બન્ને ગ્રન્થકારો પ્રમાણ ફળ વચ્ચે ભેદાભેદ માને જ છે. જૈન મતે જ્ઞાન તો આત્માનો સ્વભાવ મનાય છે તેથી આત્માથી તે કથંચિત્ અભિન્ન છે. વળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org