________________
૧૦
જૈન તર્કભાષા परोक्षबुद्ध्यादिवादिनां मीमांसकादीनाम्, बाह्यार्थापलापिनां ज्ञानाद्यद्वैतवादिनां च मतनिरासाय व्यवस्थापयता श्री-हेमचन्द्रसूरिणोक्तं प्रमाणमीमांसायां 'स्वनिर्णयः सन्नप्यलक्षणमप्रमाणेऽपि भावात्' (सूत्र १-१-४) इति न स्वपरेतिपदद्वयं वस्तुतो लक्षणघटकमिति स्थितम् । किञ्च, वस्तुस्वरूपद्योतनपरस्यापि विशेषणस्य परसंमतमिथ्यावस्तुस्वरूपव्यावर्तनक्षमत्वेन श्रोतुः सम्यग्वस्तुस्वरूपे स्थैर्यापादकत्वादपि महत्साफल्यम् । अनयैव युक्त्या प्रक्रमे स्वपदेन ज्ञाने नित्यपरोक्षत्वं मीमांसकसंमतं, एकात्मसमवेतज्ञानान्तरवेद्यत्वं તૈયાયવસંમતં નિરાશ્ચિયતે |
मीमांसकास्तावदित्थं स्वमतं वर्णयन्ति यत्- 'ज्ञानं स्वसंविदितं न भवति स्वात्मनि क्रियाविरोधात्' । न ह्यतीवपटुरपि नटवटुः स्वकीयस्कन्धमधिरोढुं क्षमः, न च वृक्षोच्छेदेऽपि लब्धप्रसारा खड्गधारा स्वं छेत्तुमाहितव्यापारेति न परमाणुस्वरूपमपि प्रकाशयज्ज्ञानं स्वं ज्ञापयितुमलम् । तदविचारितरमणीयम्, यतः किमुत्पत्तिः स्वात्मनि विरुद्ध्यते ज्ञप्तिर्वा ? यद्युत्पत्तिस्तुष्यतु भवान्, अस्माकमपि हस्तमेलापोऽत्र, સૂચિત કરવા માટે ગ્રન્થકારે ‘સ્વરૂપવિષાર્થમુમ' એવું કહ્યું છે. તેમ છતાં પણ આ બે પદોથી જે રીતે અન્યમતનિરાસ થાય છે તે જોઈએ.
મીમાંસકો જ્ઞાનને પરોક્ષ માને છે. વસ્તુને પ્રકાશિત કરનારૂં પ્રત્યક્ષ જ્ઞાન પણ પોતે તો પરત જ જણાય છે એવી તેમની માન્યતા છે. તેમની આ માન્યતાનું નિરસન કરવા માટે લક્ષણમાં “સ્વ” પદ મૂક્યું છે. જ્ઞાન “પર” ની જેમ “સ્વ”નું પણ નિશ્ચાયક છે. એવું “સ્વ” પદ મૂકીને જણાવવા દ્વારા મીમાંસક મતનું નિરસન કરાયું છે.
બૌદ્ધના યોગાચાર, માધ્યમિક, સૌત્રાન્તિક અને વૈભાષિક એમ ચાર મુખ્ય ભેદો છે. તેમાંથી યોગાચાર (જ્ઞાનાદ્વૈતવાદી) મત જ્ઞાનભિન્ન ઘટ-પટાદિ કોઈ પણ વસ્તુને સ્વીકારતો નથી. તેમના મતે ઘટાદિ પણ જ્ઞાનના જ આકારવિશેષો છે. ઉક્તલક્ષણવાક્યમાં “પર” પદ મૂકીને જ્ઞાનથી અન્ય-પર વસ્તુ છે કે જે જ્ઞાનનો વિષય બને છે એવું કહેવા દ્વારા જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ (યોગાચાર) મતનું ખંડન કરાયું છે. ગ્રન્થકારે અહીં “જ્ઞાનાઘદ્વૈતવાદિનામ્” પદમાં “આદિ શબ્દ વાપર્યો છે તેથી જણાય છે કે યોગાચારમતના નિરસન ઉપરાંત પણ બીજા કેટલાકોના મતનું ખંડન તેમને અભિપ્રેત છે. એક માત્ર પરબ્રહ્મને જ સત્ય માનીને શેષ ઘટપટાદિ તમામ પદાર્થોને અસતું કહેનારા બ્રહ્માદ્વૈતવાદી વેદાન્તમતનું, સમસ્ત જગતને શબ્દમય કહેનારા શબ્દદ્વૈતવાદી (ભર્તુહરિ) મતનું પણ આ “પર” શબ્દથી ખંડન કરાયું છે. ઉપલક્ષણથી એ પણ સમજી લેવું કે શૂન્યવાદી માધ્યમિકમતનું “સ્વ' અને પર” એ બન્ને પદો દ્વારા ખંડન થાય છે.
* મીમાંસકમતે જ્ઞાન નિત્યપરોક્ષ છે જ - “સ્વ” શબ્દથી મીમાંસક-નૈયાયિક આદિની માન્યતાઓનું ખંડન કરાયું છે. અહીં પ્રસંગતઃ તેઓની માન્યતાઓને સંક્ષેપથી જાણી લઈએ. મીમાંસકો જ્ઞાનનું પ્રત્યક્ષ માનતા નથી. અર્થાત્, જ્ઞાનને સ્વપ્રકાશ માનતા નથી. તેમની પ્રક્રિયા પ્રમાણે જ્યારે જ્ઞાનથી ઘટનું પ્રત્યક્ષ થાય ત્યારે ઘટમાં “જ્ઞાતતા' નામનો પર્યાય ઉત્પન્ન થાય છે. ઘટમાં રહેલા આ જ્ઞાતતાપર્યાયનું પ્રત્યક્ષ થાય છે. ઘટમાં જ્ઞાતતા તો જ ઉત્પન્ન થઈ શકે. જો ઘટનું જ્ઞાન થયું હોય. તેથી જ્ઞાતતાલિંગ, (કાર્યલિંગક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org