________________
પ્રમાણપરિચ્છેદ
स्वपरेति पदद्वयमुपपादयन्नाह स्वपरेति स्वरूपविशेषणार्थमुक्तमिति → अयम्भावः द्विविधं हि विशेषणं व्यावर्तकं, स्वरूपद्योतकञ्चेति। तत्र व्यभिचारादिदोषवारकतयाऽऽद्यं सार्थकं, अन्त्यञ्च परिचायकतयैवोपयुज्यते, ज्ञानमात्रस्य स्व-परोभयाऽवभासकत्वात् । स्वपरेतिपदद्वयस्य ज्ञानस्वरूपमात्रोपरञ्जनप्रयोजनकतया न वस्तुतः प्रमाणलक्षणाङ्गत्वमिति फलितार्थः । अत एव सम्यगर्थनिर्णस्य प्रामाण्यं
વિપર્યય (ભ્રમ)નું લક્ષણ છે. જેમ કે રજતત્વાભાવવતિ (છીપલામાં) રજતત્વપ્રકારકજ્ઞાન)
વિનિત્યાનીવનમાત્રનધ્યવસાય:, યથા મચ્છતૃસ્પર્શજ્ઞામિતિ (સૂત્ર-9/9૪,૨૧) વસ્તુના વિશેષ ધર્મોના ઉલ્લેખથી શૂન્ય “કંઈક' એવા આલોચનમાત્રરૂપ જ્ઞાનને અનધ્યવસાય કહેવાય છે. દા.ત. રસ્તે ચાલતા કોઈ માણસને આજુબાજુમાં ઉગેલા ઘાસનો સ્પર્શ થયો પરંતુ તે માણસનું ચિત્ત અન્યત્ર ઉપયુક્ત હોવાથી “અમુક નામની અમુક વસ્તુ મને સ્પર્શે છે આવા વિશેષ ઉલ્લેખ વિનાનું, પણ “કંઈક સ્પર્શે છે'નો અનુભવ જે થતો હોય તેને અનધ્યવસાય કહેવાય છે.
પ્રશ્ન : અનધ્યવસાયનું જો આવું સ્વરૂપ માનીએ તો અર્થાવગ્રહ અને અનધ્યવસાય વચ્ચે શું ભેદ રહેશે? અર્થાત, બન્ને એકરૂપ થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે અર્થાવગ્રહનું સ્વરૂપ પણ આવું જ બતાવ્યું છે.
ઉત્તર : યદ્યપિ બન્નેનું સ્વરૂપ સમાન જણાય છે. છતાં પણ, એટલો ભેદ પાડી શકાય કે જ્યારે તાદશ આકારનું જ્ઞાન આગળ જઈને અપાયરૂપ નિશ્ચયાત્મક જ્ઞાનને ઉત્પન્ન કરે તો તેને અર્થાવગ્રહ કહેવાય અને જો તે જ્ઞાન આગળ જઈને કોઈ જ્ઞાનને ઉત્પન્ન ન કરે તો તે અનધ્યવસાય જાણવો.
પ્રશ્ન : આમ તો ‘ર ધ્યવસાય: રૃતિ સનધ્યવસાય:' આવા વિગ્રહ દ્વારા જ્ઞાનાભાવને જ અનધ્યવસાય કહેવાય એ પ્રસિદ્ધ છે પરંતુ પ્રસ્તુતમાં કરાયેલા અર્થ પ્રમાણે “અનધ્યવસાય” પદનો અર્થ જ્ઞાનાભાવ થતો નથી.
ઉત્તર : અહી “અલ્પ' અર્થમાં “નગુ' લાગ્યો છે. જેમ અત્યલ્પ ધનવાળાને નિર્ધન કહેવાય છે તે રીતે પ્રસ્તુતમાં “સત્વઃ ૩થ્યવસાયઃ યત્ર જ નથ્યવસાય' એવો અર્થ પણ સંગત છે.
વ્યવસાયાત્મક જ્ઞાનમાં વસ્તુના યથાર્થસ્વરૂપનો નિશ્ચયાત્મક બોધ થાય છે. સંશયાદિ ત્રણે જ્ઞાનરૂપ હોવા છતાં પણ વ્યવસાયાત્મક નથી. સંશયજ્ઞાન તો દોલાયમાન હોવાથી ત્યાં વસ્તુનો નિર્ણય જ નથી. વિપર્યયજ્ઞાન યદ્યપિ નિશ્ચયાત્મક છે ખરું પરંતુ યથાર્થનિશ્ચય ત્યાં પણ નથી. અનધ્યવસાયમાં વસ્તુના વિશેષ ધર્મોનો નિર્ણય નથી માટે વ્યવસાયાત્મકતા ત્રણેમાં ઘટી શકતી નથી. તેથી “વ્યવસાયિ' પદથી સંશયાદિ ત્રણેનો વ્યવચ્છેદ થાય છે.
જ લક્ષણગત “સ્વ-પર' પદની સાર્થક્તા * આમ તો જે કોઈ પણ જ્ઞાન હોય તે સ્વ-પર ઉભયનું વ્યવસાયિ જ હોય છે. એકલું સ્વવ્યવસાયિ કે પરવ્યવસાયિ કોઈ જ્ઞાન હોતું જ નથી માટે આમ તો “સ્વ-પર' પદો ન મૂકતા “વ્યવસાયિજ્ઞાન પ્રમાણે” એટલું જ માત્ર લક્ષણ કરે તો પણ તે પર્યાપ્ત છે. છતાં પણ, અન્યદર્શનીઓના મતનો નિરાસ કરવા માટે “સ્વ-પર’ પદ મૂક્યાં છે. જૈનદર્શન માટે તો એ બન્ને પદો માત્ર સ્વરૂપદર્શક જ છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org