SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપ પરિચ્છેદ ૨૧૩ यथान्यत्रावर्तमानेन यदृच्छाप्रवृत्तेन डित्थडवित्थादिशब्देन वाच्या । तत्त्वतोऽर्थनिष्ठा उपुचारतः चन्द्रप्रभपदव्यपदेश्यः प्राप्नोति, चन्द्रप्रभभावनिक्षेपत्वस्य तत्राप्यबाधितत्वात् । वस्तुतस्तु समासस्थले प्रकरणादिवशात् सुखावबोधस्थलेऽपि वाऽन्यतरपदपर्यायप्रयोगे न क्षतिः । यद्वा, 'विक्रमार्कः' 'शशिप्रभा' इत्यादि नामान्तरमेव ज्ञेयमिति न कश्चिद् दोषः इति विचारणीयमत्र विचक्षणैः ।। ___ अथ प्रकारान्तरेण नाम्नो लक्षणमाह - ‘यादृच्छिकं च तथेति तथाविधव्युत्पत्तिशून्यं डित्थडवित्थादिरूपं आधुनिकं च 'चिन्टु-पिन्टु-मोन्टु' इत्यादिरूपं यत् कुत्रचिद् वस्तुनि व्यक्तौ वा केनचित् प्रयोक्त्रा तदर्थान्वेषणनिःस्पृहेण स्वेच्छयैव सङ्केतितं तद् यादृच्छिकमभिधीयते । तदपि नामनिक्षेप उच्यते इत्यर्थः । तदेवं प्रकारद्वयेन नाम्नः स्वरूपमत्रोक्तं । एतच्च तृतीयप्रकारस्योपलक्षणं, पुस्तकपत्रचित्रादिलिखितस्य वस्त्वभिधानभूतस्य इन्द्रादिवर्णावलीमात्रस्याप्यन्यत्र नामत्वेनोक्तत्वात् । अथवा श्लोकादेव प्रकारत्रयलाभाय पूर्वोक्तगाथा अन्यथा विचार्यते → 'यद्वस्तुनोऽभिधानं = 'इन्द्र' इत्यादिवर्णावलीमात्रं, यत्तदोः नित्याभिसम्बन्धात् પોતાના મુખ્યાર્થથી નિરપેક્ષ એવી પરિણતિ શી રીતે ઊભી થાય ? ઉત્તર : સંતિતમાàપ... ઈત્યાદિ ગ્રન્થથી ગ્રન્થકાર સ્વયં આનું સમાધાન આપે છે. કોશાદિ દ્વારા ઈન્દ્રાદિ શબ્દોનો અમુક નિશ્ચિત અર્થમાં સંકેત કરાયો હોય છે તેથી તે અર્થ ઈન્દ્રાદિ શબ્દોનો મુખ્યાર્થ કહેવાય છે. પરંતુ ગોપાલદારકાદિમાં પણ કોઈ “ઇન્દ્ર' પદનો સંકેત કરી દે તો પછી સ્વર્ગાધિપતિ જેવા અન્ય અર્થમાં સ્થિત એવું પણ તે “ઈન્દ્ર પદ હવે ગોપાલદારકાદિમાં સંકેતિત થયું હોવાથી તે ગોપાલદારકાદિમાં ઈન્દ્રપદવાચ્યત્વ રૂપ પરિણતિ ઊભી થાય છે. આ પરિણતિનું ગ્રન્થકારે “પર્યાયશબ્દાનભિધેયા' એવું એક વિશેષણ મૂક્યું છે એટલે કે ગોપાલદારકાદિમાં ઉક્ત પરિણતિ સંકેતવશાત્ ઊભી થઈ છે. પરંતુ માત્ર આવો નવો સંકેત ગોપાલદારકાદિમાં થયેલો હોવાથી શક્રાદિ પદો ગોપાલદારકના વાચક બનતા નથી, અર્થાત્, ગોપાલદારકાદિમાં ‘શક્રાદિપડવાચ્યત્વ' રૂપ પરિણતિ ઊભી થઈ નથી. તેથી, ગોપાલદારકાદિમાં “ઈન્દ્રપદવાચ્યત્વરૂપ' જે પરિણતિ ઊભી થઈ છે તે પર્યાયશબ્દાનભિધેયા (= શક્રાદિપદાનભિધેયા) છે. (અર્થાત્, ગોપાલદારકાદિમાં ઊભી થયેલી પરિણતિ શક્રાદિપર્યાય શબ્દાનભિધેયત્વવિશિષ્ટ ઈન્દ્રપદાભિધેયત્વ રૂપ છે.) હવે ‘ફયમેવ વા યથા' ઇત્યાદિ ગ્રન્થથી અન્ય રીતે નામનિક્ષેપને જણાવે છે – ઇન્દ્રાદિ પુદોનો ઐશ્વર્યાદિગુણયુક્ત સ્વર્ગાધિપતિ રૂપ મુખાર્થ છે અને આ મુખ્યાર્થની અપેક્ષા વિના જ તેનો ગોપાલદારકાદિમાં સંકેત થાય તો ગોપાલદારકાદિમાં ઈન્દ્રપદવાચ્યત્વરૂપ પરિણામ ઊભો થાય છે. આમાં “ઈન્દ્ર પદ વ્યુત્પત્તિ અનુસાર અન્ય અર્થમાં પ્રસિદ્ધ છે અને નવા સંકેત દ્વારા તેને અપ્રસિદ્ધ અર્થમાં સંકેતિત કરાયું છે. પરંતુ “ડિત્થ-ડવિત્થ' વગેરે પદો એવા છે કે તેનો કોઈ જ પ્રસિદ્ધ વાચ્યાર્થ કે વ્યુત્પત્તિ નથી. અર્થાત્, “ડિત્થ-ડવિત્થ' વગેરે પદોનો અનાદિતાત્પર્યમૂલક સંકેત ક્યાંય રહ્યો નથી અને આ પદોના કોઈ પર્યાયવાચી પણ નથી. આવા અર્થશૂન્ય પદોનો પણ કોઈ વ્યક્તિ પોતાની મરજી મુજબ અમુક વસ્તુમાં સંકેત કરીને પ્રયોગ કરવા માંડે તો તે વસ્તુમાં પણ “ડિત્યાદિપદવાણ્યત્વ” રૂપ પરિણતિ ઊભી થાય છે. આવી પરિણતિ પણ નામનિક્ષેપ છે. આ બે પ્રકારોમાં ભેદ એટલો છે કે પહેલા પ્રકારમાં અન્ય અર્થમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy