SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપ પરિચ્છેદ ૨૧૧ प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवान्” (लधी० स्ववि० ७.२) इति । ते च सामान्यतश्चतुर्धा-नामस्थापनाद्रव्यभावभेदात् । प्रकृतग्रन्थारम्भे 'एन्द्रवृन्दनतं नत्वे'त्यादिना यन्मङ्गलं कृतं तद्भावमङ्गलं ज्ञेयं, कुत्रचिद् ग्रन्थविशेषे प्रारम्भिकेन 'अथ' शब्देन मङ्गलार्थो व्यज्यते, 'अथशब्दः प्रक्रियाप्रश्नानन्तर्यमंगलोपन्यासनिर्वचनसमुच्चयेषु' इति वचनात्, तत्र नाममङ्गलं बोध्यम्, क्वचिदवसरविशेषे प्रयाणकादिलक्षणे दध्याचमनादिकं यत् क्रियते मङ्गलबुद्ध्या, तद् द्रव्यमङ्गलमवगन्तव्यम् । मङ्गलत्वाविशेषेऽपि नामादिमङ्गलभेदेन यथास्थानविनियोगश्च कथं निक्षेपावबोधं विना संभवी ? इत्थं च निक्षेपः फलवान् । છે અથવા જે વર્ણોને લખીને “મંગલ' પદ લખાય છે તે વર્ષોના સમૂહને (વર્ષાવલીને) સ્થાપનામંગલ કહેવાય છે. (૩) દ્રવ્યમંગલ : અક્ષત-રત્ન-દહીં, કંકુ આદિ પદાર્થોને દ્રવ્યમંગલ કહેવાય છે. સ્વસ્તિકાદિ અષ્ટમંગલનું ચિત્ર, લોકમાં મંગલ કહેવાય છે. તે પણ દ્રવ્યમંગલ. (૪) ભાવમંગલ : જિનનમન-સ્મરણાદિ ક્રિયા ભાવમંગલ છે. મંગલ' શબ્દના નિક્ષેપોનું જ્ઞાન હોય તે પ્રકરણશાન થવામાં એટલે કે અહીં નામમંગલ ઈષ્ટ છે કે સ્થાપનામંગલ ? ઈત્યાદિ જાણવામાં સહાયક બને છે અને તે દ્વારા ક્યા વાચ્યાર્થને જણાવવા માટે વક્તાએ પ્રસ્તુત શબ્દનો પ્રયોગ કર્યો છે તે શીધ્ર અને સરળતાથી જણાય છે. તાત્પર્ય એ છે કે ગ્રન્થપ્રારંભમાં મંગલ કર્યું હોય તો ગ્રન્થકર્તાને નામાદિમંગલમાંથી કયું મંગલ ઈષ્ટ છે તે મંગલ શબ્દના નિક્ષેપના જ્ઞાનથી જણાય છે. આ વાતને કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. (૧) પ્રસ્તુત ગ્રન્થના જ પ્રારંભમાં “ઈન્દ્રવૃન્દ્રનત નિત્વ' આ પદોથી મંગલ કરાયું છે. (૨) ક્યાંક “સથ' શબ્દથી જ ગ્રન્થપ્રારંભ થયો હોય છે. ગ્રન્થમાં ટીકાકારે જણાવ્યું છે કે અહીં પથ શબ્દનો અર્થ “મંગલ” થાય છે. (કહ્યું પણ છે કે – ‘૩ થશબ્દ પ્રક્રિયાપ્રજ્ઞાનન્તર્થમાનોપાનિર્વવનસમુધ્વપુ' અથ શબ્દનો પ્રક્રિયા-પ્રશ્ન-આનંતર્ય-મંગલ-ઉપન્યાસ-નિર્વચન અને સમુચ્ચય આટલા અર્થોમાં પ્રયોગ થાય છે. (૩) કોઈ એમ કહે કે હું દહીં ખાઈને (= મંગલ કરીને) જ પરીક્ષા આપવા ગયેલો. મંગલ શબ્દના નિક્ષેપોનો જાણકાર અહીં જાણી શકે કે પહેલા પ્રસંગમાં ભાવ-મંગલની વાત છે, બીજા પ્રસંગમાં નામમંગલની વાત છે, ત્રીજા પ્રસંગમાં દ્રવ્યમંગલની વાત છે. આના પરથી વક્તાના અભિપ્રાયને સુસ્પષ્ટ કરવામાં નિક્ષેપ કેટલા સહાયક છે તે સ્પષ્ટ જણાય છે. ‘તથીયત્રયી' નામના ગ્રન્થના સ્વકીય વિવરણમાં પણ નિક્ષેપ શી રીતે સફળ છે એ વાત જણાવતા ગ્રન્થકારશ્રીએ કહ્યું છે કે “અપ્રસ્તુત (= વક્તાને અનભિમત હોય તેવા) અર્થ અંગે પડતી શંકાને દૂર કરીને જે અર્થ પ્રસ્તુત (= વક્તાને અભિમતો હોય તેવા અર્થનો નિર્ણય કરાવતો હોવાથી નિક્ષેપ સફળ છે.” આ નિક્ષેપના ઘણા ભેદો પડી શકે છે. કો'ક વસ્તુના ચાર, છ, દશ નિક્ષેપ થઈ શકતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy