SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તકભાષા 'तनोमीति-विस्तारयामि 'अहमिति' साक्षात्कर्तृनिर्देशः। तत्र ‘स्वपरव्यवसायिज्ञानं प्रमाणमिति' 'यथोद्देशं निर्देश' इति कृत्वा प्रथमं तावत्प्रमाणं निरूपयति, ‘मानाधीना मेयसिद्धिर्मानसिद्धिश्च लक्षणादिति प्रथमत एव तल्लक्षणमभिदधाति, तत्रापि सामान्यलक्षणपूर्वकत्वाद् विशेषलक्षणस्यादौ तत्सामान्यलक्षणमेवाह तत्रेत्यादिना = प्रमाणादीनां मध्य રૂત્વર્થઃ | यद्यपि प्रमाणसामान्यलक्षणानि नानादर्शनप्रसिद्धान्यनेकशो वर्तन्ते, किन्तु परमार्थतोऽलक्षणान्येव तानि । तथाहि - अर्थोपलब्धिहेतुः प्रमाणमिति यौगाः, यदुक्तं 'उपलब्धिहेतुः प्रमाणमिति' (न्या.सू.भा.२-१-११) तच्च न सम्यक्, प्रमातृप्रमेययोरपि नेत्राञ्जनशरीराहारादीनाञ्च व्यवहितानामप्यर्थोपलब्धौ हेतुत्वेन प्रामाण्यप्रसङ्गात्, साक्षाद्धेतुत्व एवाभ्युपगम्यमाने हि न ज्ञानाव्यतिरिक्तं किञ्चित्प्रमाणमिति त्वग्रे व्यक्तीभविष्यति । एतेन 'अव्यभिचारिणीमसंदिग्धामर्थोपलब्धि विदधती बोधाबोधस्वभावा सामग्री (कारकसाकल्य), प्रमाणमिति यदवादि कारकसाकल्यप्रामाण्यवादिना जयन्तभट्टेन न्यायमञ्जर्याम् તમાકાં તનોમ્યમ્ તન ધાતુને વર્તમાન આખ્યાતપ્રત્યય fમ લગાડીને તનમ' ક્રિયાપદ બન્યું. અત્યારે તો ગ્રન્થકાર મંગલાચરણ કરી રહ્યા છે. “તર્કભાષા' ગ્રન્થનો આરંભ તો હવે થવાનો છે છતાં પણ ભવિષ્ય અર્થબોધક આખ્યાતનો પ્રયોગ ન કરતા વર્તમાન આખ્યાતનો પ્રયોગ કેમ કર્યો ? એવો પ્રશ્ન યદ્યપિ ઊભો થઈ શકે છે છતાં પણ “વર્તમાન સમીપે વર્તમાનવ૬ વા’ એ ન્યાયથી એકદમ નિકટના ભવિષ્યમાં થનારા કે ભૂતકાળમાં થયેલા કાર્ય માટે વર્તમાનકાલિક પ્રયોગ થાય તો તે અસાધુપ્રયોગ ગણાતો નથી. આમ આ વાક્યથી એકદમ નિકટના ભવિષ્યમાં જ ગ્રન્થરચના કરવાની ગ્રન્થકારની પ્રતિજ્ઞા સૂચિત થાય છે. (શ્રોતાના મનમાં સાવધાનતાની સિદ્ધિ કરવા માટે આવું પ્રતિજ્ઞાવાક્ય પણ આવશ્યક છે.) અથવા તો, મંગલ શ્લોક પણ ગ્રન્થનો જ એક ભાગ ગણી લઈએ તો તે ગ્રન્થ કરતા કાંઈ સર્વથા ભિન્ન હોતો નથી એટલે એ દષ્ટિએ મંગલ શ્લોકનો પ્રારંભ એ જ ગ્રન્થનો પણ પ્રારંભ છે માટે આ રીતે ગ્રન્થરચના હવે વર્તમાનકૃતિ બની જતી હોવાથી તેને જણાવવા વર્તમાન આખ્યાતનો પ્રયોગ કર્યો છે એવું અર્થઘટન પણ થઈ શકે છે. એક પ્રમાણનું સામાન્ય લક્ષણ * થોદ્દેશ નિર્દેશ' – “જે ક્રમથી વિષયનો નામનિર્દેશ કર્યો હોય તે જ ક્રમથી નિરૂપણ કરાય છે” એ નિયમ પ્રમાણે સૌપ્રથમ પ્રમાણના નિરૂપણનો આરંભ કરાય છે. કોઈ પણ તત્ત્વની વ્યાખ્યા કરવી હોય ત્યારે સામાન્ય રીતે ‘તત્ત્વમેપર્યાર્થ: વ્યારણ્ય' ના નિયમ પ્રમાણે વ્યાખ્યા કરાય છે. ‘તત્ત્વ એટલે તે વિવક્ષિત તત્ત્વનું અસાધારણ સ્વરૂપ લક્ષણ). અહીં પણ સૌપ્રથમ પ્રમાણનું લક્ષણ બતાવાય છે. આગળ પ્રમાણના ભેદ-પ્રભેદો બતાવાશે ત્યારે તેના વિશેષલક્ષણો પણ ત્યાં જ કહેવાશે. સૌપ્રથમ તો પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવે છે – સ્વ અને પરનો યથાર્થ નિશ્ચય કરાવનાર જ્ઞાન એ પ્રમાણ છે. અહીં “સ્વ” પદ જ્ઞાનના પોતાના સ્વરૂપનો વાચક છે. (જ્યાં જે અર્થ પ્રતિપાદ્ય હોય ત્યાં તે અર્થના સ્વરૂપના વાચક તરીકે “સ્વ' શબ્દનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy