________________
નયપરિચ્છેદ
૧૯૧
भवन्निन्द्रः । समभिन्ढनयो हीन्दनादिक्रियायां सत्यामसत्यां च वासवादेरर्थस्येन्द्रादिव्यपदेशमभिप्रेति, क्रियोपलक्षितसामान्यस्यैव प्रवृत्तिनिमित्तत्वात्, पशुविशेषस्य गमनक्रियायां सत्यामसत्यां च गोव्यपदेशवत्, तथाढेः सद्भावात् । एवम्भूतः पुनरिन्दनादिक्रियापरिणतमर्थं तत्क्रियाकाले इन्द्रादिव्यपदेशभाजमभिमन्यते । न हि कश्चिदक्रियाशब्दोऽस्यास्ति । गौरश्व इत्यादिजातिशब्दाभिमतानामपि क्रियाशब्दत्वात, गच्छतीति गौः, आशुगामित्वादश्व इति । त्यादिना ग्रन्थकारः सूचयिष्यति ।
ननु समभिरूढनयोऽपि व्युत्पत्तिभेदनिमित्तकसंज्ञाभेदतोऽर्थभेदमभ्युपगच्छति, एवम्भूतोऽपि तथेति किंकृतोऽनयोर्विशेष इति जिज्ञासायामाह ‘समभिरूढनयो ही'त्यादि... अयम्भावः व्युत्पत्तिनिमित्तोपलक्षितसामान्य समभिरूढनये शब्दानां प्रवृत्तिनिमित्तं, एवम्भूतमते हि व्युत्पत्तिनिमित्तलक्षितं तदिति विशेषः । यदा कदाचिदिन्दनादिक्रियाया अधिकरणे वर्तमानं यद्वासवत्वादिलक्षणं सामान्यं तस्यैव इन्द्रादिशब्दप्रवृत्ती વિશેષતા બતાવતા ગ્રન્થકાર કહે છે કે સમભિરૂઢ નય તો ઐશ્વર્યાનુભવ થતો હોય કે ન થતો હોય ત્યારે પણ ઈન્દ્ર રૂપે વ્યપદેશ (શબ્દપ્રયોગો કરે છે. કારણ કે સમભિરૂઢ નયનો મત એવો છે કે શબ્દની વ્યુત્પત્તિ દ્વારા જે ક્રિયા પ્રતીત થતી હોય છે તે તો વ્યુત્પત્તિનું નિમિત્ત છે. પરંતુ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કાંઈ કાયમ માટે તે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બની શકતું નથી. કારણ કે વ્યુત્પત્તિથી જણાતી ક્રિયા થતી ન હોય ત્યારે તે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ બને? ગાય જ્યારે સૂતી/બેઠી હોય ત્યારે પણ “ગો' શબ્દનો પ્રયોગ તેને વિશે થાય છે કારણ કે ગમનક્રિયાથી ઉપલક્ષિત એવી ગોત્વ જાતિ (= સામાન્ય) જ “ગો' શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે. “ગો” શબ્દના પ્રયોગમાં ગમનક્રિયા એ ઉપલક્ષણ છે, વિશેષણ નહીં. તેથી ગાય ચાલતી હોય/બેઠી હોય/સૂતી હોય પણ
ગો' પદનો પ્રયોગ થઈ શકે છે, કારણ કે જે ઉપલક્ષણ હોય તે એકવાર પ્રતીત થઈ ગયા પછી અવિદ્યમાન હોવા છતાં પણ અર્થનું જ્ઞાન કરાવી દે છે. દા.ત. - “પેલું કાગડાવાળું જે ઘર છે તે મગનભાઈનું. અહીં કાગડો ઉપલક્ષણ છે. પછી ક્યારેક કાગડો ન બેઠો હોય ત્યારે પણ તે ઘર તો મગનભાઈનું જ કહેવાય. જેમ અહીં કાગડાથી ઉપલક્ષિત ઘર, “મગનભાઈનું ઘર” એવા વ્યપદેશને પામે છે પછી કાગડો ન હોવા છતા પણ એવો વ્યપદેશ થઈ શકે છે. તેમ ગમનક્રિયાથી ઉપલક્ષિત ગાય “ગૌઃ' એવા વ્યપદેશને પામે છે. પછી ગમનક્રિયા ન હોવા છતાં પણ એવો વ્યપદેશ થઈ શકે છે. લોકરૂઢિ આ બાબતમાં એક સબળ પ્રમાણ છે. બેઠેલા પશુવિશેષને પણ “ગાય” કહેવાય જ છે. અર્થાત્ બેઠેલી ગાયને વિશે પણ “ગૌઃ' એવી લોકરૂઢિ છે. પરંતુ સમભિરૂઢના આ અભિપ્રાયને એવભૂતનય સ્વીકારતો નથી. આ નય શબ્દના વ્યુત્પત્તિના અને પ્રવૃત્તિના નિમિત્તોને ભિન્ન માનતો નથી પણ એક જ માને છે. આના મતે તો કેવળ ક્રિયાને જ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત માને છે. આ નય તો સ્વર્ગનો અધિપતિ જ્યારે સિંહાસન પર બેસીને આજ્ઞાપ્રદાનાદિ દ્વારા શાસન કરતો હોવાથી ઐશ્વર્યયુક્ત હોય ત્યારે જ તેને “રુદ્ર' શબ્દનો વાચ્યાર્થ માને. ‘રૂન્દ્રનારિ’ માંના કવિ પદથી “જ્યારે પુર નામના અસુરનો નાશ કરતો હોય ત્યારે જ તે પુરન્દર શબ્દનો વાચ્યાર્થ માને' ઈત્યાદિ જાણવું. ટૂંકમાં, સમભિરૂઢનય અર્થક્રિયાપલક્ષિત જાતિ જયાં હોય ત્યાં તે તે શબ્દનો પ્રયોગ માને છે. જયારે એવંભૂતનય અર્થક્રિયાવિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org