________________
પ્રમાણપરિચ્છેદ
૧૫૯ रिक्तत्वात् । न च यत्र पक्षदोषस्तत्रावश्यं हेतुदोषोऽपि वाच्यः, दृष्टान्तादिदोषस्याप्यवश्यं वाच्यत्वापत्तेः । एतेन कालात्ययापदिष्टोऽपि प्रत्युक्तो वेदितव्यः । प्रकरणसमोऽपि नातिरिच्यते, तुल्यबलसाध्य-तद्विपर्ययसाधकहेतुद्वयरूपे सत्यस्मिन् प्रकृतसाध्यसाधनयोरन्यथानुपपत्त्यनिश्चयेऽसिद्ध एवान्तर्भावादिति संक्षेपः । હેત્વાભાસ છે. સિદ્ધસાધન તો બેમાંથી એકેયનો પ્રતિબંધક નથી માટે તેને હેત્વાભાસ ન કહેવાય. જે લોકો સિદ્ધસાધનને અનુમિતિની ઉત્પત્તિમાં પ્રતિબંધક માને છે તેમનું કહેવું છે કે – જેમ વ્યાતિજ્ઞાન અનુમિતિની ઉત્પત્તિમાં કારણ છે તેમ પક્ષધર્મતાનું જ્ઞાન પણ તેમાં કારણ છે. જેમાં સાધ્ય અસિદ્ધ હોય અને જેમાં સાધ્યને સિદ્ધ કરવાની ઈચ્છા હોય તેને પક્ષ કહેવાય છે. સાધ્યધર્મ જો સિદ્ધ જ હોય તો તેને સિદ્ધ કરવાની ઈચ્છા થતી નથી. જે ધર્મીમાં સાધ્યધર્મ સિદ્ધ હોય અને તેને સિદ્ધ કરવાની ઈચ્છા પણ ન હોય તે ધર્મીને પક્ષ ન કહેવાય અને માટે હેતુ એ પક્ષનો ધર્મ બનતો નથી. આ રીતે પક્ષતાનું વિઘટન કરવા દ્વારા સિદ્ધસાધન અનુમિતિપ્રતિબંધક બને છે. આ જ કારણે સાધ્ય સિદ્ધ હોવા છતાં પણ જો સિષાધયિષા (સાધ્યને સિદ્ધ કરવાની ઈચ્છા) થઈ જાય તો પછી તે સિદ્ધસાધન દોષ રહેતો નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ મતે પણ સિદ્ધસાધન એ પક્ષના સ્વરૂપનું જ વિરોધી છે તેથી તેને પક્ષના દોષરૂપ જ માનવો જોઈએ. હેત્વાભાસરૂપ નહીં).
જ “બાધ'ની હેત્વાભાસતાનું નિરાક્રણ - ઉપરોક્ત દલીલથી તૈયાયિક સંમત કાલાત્યયાદિષ્ટ (બાધિત) હેતુની હેત્વાભાસતા પણ ખંડિત થઈ જાય છે. પક્ષમાં સાધ્યના સંદેહનો જે કાળ હોય તે જ સાધ્યસિદ્ધિ કરવાનો કાળ છે. તેના બદલે પક્ષમાં સાધ્યાભાવનું જ્ઞાન હોય તે કાળે સાધ્યસિદ્ધિ કરવા જે હેતુ અપાય તે કાલાત્યયાપદિષ્ટ કહેવાય. (કાલનો વ્યત્યય થયા પછી અાદિષ્ટ હોવાથી કાલાત્યયાપદિષ્ટ.) અહીં જે પક્ષમાં સાધ્ય પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધિત હોય તેને વિશે હેતુ પ્રવર્તાવવો એટલે બાધિતવિષયમાં હેતુની પ્રવૃત્તિ થઈ. આમ અહીં પણ પક્ષનું ‘અનિરાકૃત' એવું જ સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે તે જળવાતું નથી માટે આને પણ પક્ષનો જ દોષ માનવો જોઈએ.
એક “સપ્રતિપક્ષ'ની સ્વતંત્રત્વાભાસતાનું નિરાક્રણ ૯ નૈયાયિક સંમત પ્રકરણસમ (સ–તિપક્ષ) હેત્વાભાસને પણ સ્વતંત્ર માનવાની જરૂર નથી. પક્ષમાં સાધ્યસાધક હેતુની સામે સાધ્યાભાવસાધક હેતુ પણ ઉપસ્થિત થાય અને બન્ને તુલ્યબળવાળા જણાતા હોય તો આવા બે હેતુને સત્પતિપક્ષ કહેવાય છે. આ બન્ને પરસ્પર વિરોધી એવા સાધ્યના સાધક હોય છે. તેથી બેમાંથી એકેય હેતુ સ્વસાધ્યસિદ્ધિ કરી શકતા નથી કારણ કે બન્ને દ્વારા પરસ્પર અનુમિતિનો પ્રતિબન્ધ થાય છે માટે બન્ને પ્રકરણસમ (સત્કૃતિપક્ષ) કહેવાય છે. અહીં પણ સાધ્ય-સાધન વચ્ચે અન્યથાઅનુપપત્તિનો નિશ્ચય ન હોવાથી જ અનુમિતિ અટકે છે માટે આનો અસિદ્ધ હેત્વાભાસમાં જ અંતર્ભાવ થઈ જશે. (પૂર્વે અસિદ્ધ હેત્વાભાસનું લક્ષણ જણાવેલું છે કે અજ્ઞાન, સંદેહ કે વિપર્યય આ ત્રણમાંથી કોઈ પણ કારણે જે હેતુનું સ્વરૂપ પ્રતીયમાન ન હોય તે હેતુને અસિદ્ધ કહેવાય. પ્રકરણસમ હેતુનું સ્વરૂપ સંદેહના કારણે અપ્રતીયમાન હોય છે તેથી તેનો સમાવેશ અસિદ્ધ હેત્વાભાસમાં જ થશે.) સાધ્ય સાથેની અન્યથાઅનુપપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org