SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા परीक्षापूर्वमागमाभ्युपगमेऽपि परीक्षाकाले तद्बाधात् । नन्वेवं भवद्भिरपि कथमापाद्यते परं प्रति यत्वापत्तेः । न हि परीक्षितं केनापि प्रामाणिकेन उपेक्षितुं शक्यम् । तथा च प्रतिवाद्यागमानुसारेणैव साधनवत् साध्यकोटेरपि वादिना अवश्याङ्गीकार्यत्वेन तद्विरुद्धसाधनाय अनुमानोपन्यासस्य वैयर्थ्यात् आगमबाधितत्वाच्च । न द्वितीयः आगमस्यापरीक्ष्याभ्युपगतस्य प्रामाण्यस्य प्रतिवादिनोऽपि शिथिलमूलतया सन्दिग्धतया सन्दिग्धप्रामाण्यकतादृशप्रतिवाद्यागमानुसारेणासन्दिग्धसाधनोपन्यासस्य वादिना कर्तुमशक्यत्वात् । 'अन्यथा' - विप्रतिपन्नप्रामाण्यकागमाश्रयणेन साधनोपन्यास इत्यर्थः । तत एव ' - प्रतिवादिमात्रसम्मतादेव, तदीयागमात् साध्यसिद्धिप्रसङ्गात् प्रतिवादिनि स्वकोटे: स्वागमेनैव निश्चितत्वात् वादिकोटेश्च तेनैवागमेन बाधितत्वात् संशयरूपपक्षताया अभावेन तत्र नानुमितिसम्भव इत्यर्थः । ૧૩૮ ननु अनुमानोत्तरकालं तु प्रतिवादिना परीक्ष्यागमः स्वीकरिष्यते, अनुमानकाले पुनः परम्परायातेन अभिनिवेशमात्रेण वा तेन स्वीकृत इति तदाश्रयणेन साधनमुपन्यस्यन् वादी कथमुपालम्भास्पदं भवेत् ?, इत्या તેઓ પણ સાંખ્યાગમવિપરીત એવી બુદ્ધિમાં ચેતનત્વની કે ચેતનધર્મત્વની વાત શા માટે કરે ? અને કરે તો પણ તે આગમબાધિત (પ્રમાણબાધિત) થવાથી ઊડી જશે.) માટે વાદી-પ્રતિવાદી વચ્ચે પરસ્પરના આગમો અંગે મતભેદ રહેવાનો જ. તેથી માત્ર પ્રતિવાદીના આગમના આધારે, વાદી પોતાને અસ્વીકૃત એવો હેતુ આપે તે વાદમર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. પૂર્વપક્ષ : પરાર્થાનુમાન તો પરપ્રતીતિ માટે જ છે ને ! વાદીને તો સાધ્ય સિદ્ધ જ છે. પ્રતિવાદીને તેની સિદ્ધિ કરાવવા માટે તો હેતુ અપાય છે. પ્રયુજ્યમાન હેતુ વાદીસંમત ભલે ને ન હોય છતાં પણ ‘મ્લેચ્છો મ્લેચ્છમાપવા વોચિતવ્યઃ' ના ન્યાયે પ્રતિવાદીને સંમત એવો હેતુ વાદી આપે એમાં શું વાંધો? આપણે તો મગ સીઝવવાથી કામ છે ને ! જે પાણીએ મગ સીઝે એ પાણીએ સીઝવવાના ! ઉત્તરપક્ષ : તમે જરા વાતને સમજો. ‘પ્રતિવાદી તો પોતાના આગમને પ્રમાણ માને જ છે ને, પછી તેના આગમ પ્રમાણે હેતુ આપવામાં શું વાંધો ? એ હેતુ પ્રતિવાદીને તો સિદ્ધ જ છે ને ! જેને સાધ્યસિદ્ધિ કરાવવાની હોય તેને હેતુ સિદ્ધ છે પછી શું વાંધો ?' આવી તમારી માન્યતા બરાબર નથી. પ્રતિવાદી બુદ્ધિમાં ઉત્પત્તિમત્ત્વ સ્વીકારે છે પણ અર્ચનત્વ માનતા નથી. હવે જ્યારે સાંખ્યો (વાદી) તરફથી બુદ્ધિમાં અચેતનત્વ સિદ્ધ કરતું અનુમાન અપાય ત્યારે પ્રતિવાદીના આગમ, કે જે બુદ્ધિમાં અર્ચનત્વ માનતા નથી, તેનું નિરાકરણ થઈ જશે. વાદી તરફથી કરાયેલી પ્રતિવાદી-આગમવિરુદ્ધ રજુઆતને પ્રતિવાદી જો સ્વીકારી લે તો પ્રતિવાદી માટે પણ પોતાના આગમ અપ્રમાણ જ બન્યા કહેવાય. પ્રતિવાદીએ પરીક્ષાપૂર્વક પોતાના આગમને સ્વીકાર્યા હોય તો પણ વાદકાળે પરીક્ષાકાળે તેના આગમથી વિપરીત રજુઆત સિદ્ધ થઈ જતા તેના આગમના પ્રામાણ્યનો બાધ થશે એટલે વસ્તુતઃ તો પેલા પ્રયુજ્યમાન હેતુ પ્રતિવાદીને પણ પ્રમાણસિદ્ધ રહેતો નથી. તેથી અંતે તો તે હેતુ ઉભયને અસિદ્ધ બની જશે. તેથી પોતાને અસિદ્ધ એવા હેતુનો પ્રયોગ વાદી કરી ન શકે એટલે એવા હેતુને પરાર્થાનુમાન ન કહેવાય એ જ ફલિતાર્થ છે. પૂર્વપક્ષ : આ રીતે જો માત્ર પ્રતિવાદીને જ સિદ્ધ એવા હેતુથી પરાર્થાનુમાન શક્ય ન હોય તો તમે Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy