________________
૧૩૨
જૈન તકભાષા
परार्थं पक्षहेतुवचनात्मकमनुमानमुपचारात्, तेन श्रोतुरनुमानेनार्थबोधनात् । पक्षस्य विवादादेव गम्यमानत्वादप्रयोग इति सौगतः; तन्न; यत्किञ्चिद्वचनव्यवहितात् ततो व्युत्पन्नमतेः पक्षप्रतीतावप्यन्यान् प्रत्यवश्यनिर्देश्यत्वात् प्रकृतानुमानवाक्यावयवान्तरैकवाक्यतापन्नात्ततोऽव
परार्थमिति → पक्षहेतुवचनात्मकत्वं च परार्थानुमानस्य व्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षयाऽत्रोक्तम् । मन्दमतिप्रतिपाद्यापेक्षया तु दृष्टान्तादिवचनात्मकमपि तद्भवतीति वक्ष्यते । अतीवव्युत्पन्नापेक्षया पुनधूमोऽत्र दृश्यत इत्यादि हेतुमात्रवचनात्मकमपि तद्भवति । बाहुल्येन तत्प्रयोगाभावात्तु नैतत्साक्षात् सूत्रितमुपलक्षितं तु द्रष्टव्यम् । ननु ज्ञानं प्रमाणमिति प्रमाणसामान्यसूत्रे निर्णीतं, तत्कथमत्र पक्षादिवचनस्य जडात्मनोऽनुमानप्रमाणत्वमित्याशङ्कायामाह ‘उपचारादिति । कारणे कार्योपचारादित्यर्थः । ततश्च प्रतिपाद्यगतमुत्पत्स्यमानं यज्ज्ञानं तत्कारવચ્છેદન ક્રમયોગપઘનિરુપકત્વ નથી અને તે ન હોવાથી તેને વ્યાપક અર્થક્રિયા સામર્થ્ય પણ ત્યાં નથી એમ સિદ્ધ થાય છે. એટલે આ રીતે પક્ષ તરીકે કથંચિત્ નિત્યત્વ જ સમજવું. એકાન્તનિત્યત્વ નહીં. તેમાં અનિત્યત્વસામાનાધિકરણ્યાભાવાવચ્છેદન ક્રમયૌગપઘનિરૂપત્વાભાવ હોવાથી, ક્રમયૌગપદ્યાભાવાત્મક હેતુથી અર્થક્રિયાસામર્થ્યભાવ પણ સારી રીતે સિદ્ધ કરી શકાય છે. આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજવા જેવી છે સ્વપરસમયના જ્ઞાતાઓ આ વાતી સારી રીતે સમજી શકે છે.
અહીં તર્ક આ રીતે આપી શકાશે કે “નિત્યત્વ જો અર્થક્રિયાનિયામક હોય તો અર્થક્રિયા અટકશે જ નહીં એટલે કાર્યમાત્રનો ક્યારે ય નાશ ન થઈ શકે.' એકાંત નિત્યત્વ સાથે અર્થક્રિયાને કોઈ રીતે મેળ જામતો નથી. વસ્તુમાં અર્થક્રિયા (જુદા જુદા કાર્યો) બે રીતે સંભવે. ક્રમશ: અથવા યુગપતું, આ બન્ને રીતે અર્થક્રિયાની અઘટમાનતા આપણે જોઈ લઈએ.
એકાંતનિત્યમાં ક્રમિક અર્થક્રિયાની અઘટમાનતા – નિત્યવસ્તુ સર્વ કાર્યોને ક્રમશઃ કરે નહીં, કારણ કે તે પોતે કાલાંતરભાવી ક્રિયાઓને પણ પ્રથમક્રિયાકાળે કરવા સમર્થ જ છે કારણ કે તેનો એ સર્વક્રિયાઓ કરવાનો સ્વભાવ તો પહેલેથી વિદ્યમાન જ હતો અને સમર્થ વસ્તુ તો સ્વકાર્ય કરવામાં ક્ષણનો પણ વિલંબ કરે નહીં (વિલંબ કરે તો તે અસમર્થ સાબિત થઈ જાય, અને પ્રથમ સમયે અન્ય ક્રિયાઓ કરવાનું સામર્થ્ય કે તેવો સ્વભાવ તેનામાં ત્યારે નહોતો, પણ પછીથી તે પેદા થાય છે એવું તો માની શકાય નહીં. કારણ કે સ્વભાવભેદ થતા એકાંતનિત્યત્વ ઊડી જાય. તેથી એકાંતનિત્ય વસ્તુમાં ક્રમિક અર્થક્રિયાઓનું નિયામકત્વ ઘટતું નથી.
એકાંતનિત્યમાં યુગપદ્ અર્થક્રિયાની અઘટમાનતા > એકાંતનિત્ય વસ્તુ સર્વકાલીન અર્થક્રિયાઓ એકસાથે કરે છે એવી પ્રતીતિ કોઈને થતી નથી. અને કદાચ, એ બધી અર્થક્રિયાઓ યુગપદ્ થઈ જતી હોય તો પણ પ્રથમ ક્ષણે તે ક્રિયાઓ થઈ ગયા બાદ દ્વિતીય વગેરે ક્ષણોમાં તે એકાંતનિત્ય પદાર્થે શું કરવાનું રહ્યું ? પુનઃ તે જ કાર્યો કરવામાં તો કૃતકરણ દોષ આવી પડે. અને, નિષ્ક્રિય રહે તો તેમાં અર્થક્રિયાકારિત્વશૂન્યત્વ આવતા નવો સ્વભાવ માનવો પડે અને એકાંતનિત્યમાં સ્વભાવપરિવર્તન તો માન્ય નથી. આ રીતે, એકાંત નિત્ય વસ્તુમાં ક્રમથી કે યુગપદ્ અર્થક્રિયાઓ ઘટતી નથી. તેથી એકાંતનિત્યમાં અર્થાત્ અનિત્યત્વસામાનાધિકરણ્યાભાવાવચ્છેદન કથંચિ નિત્યમાં ક્રમયોગપઘનિરૂપકત્વાભાવ રહે છે અને આ હેતુ બનીને એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org