________________
જૈન તર્કભાષા
विषाणं नास्तीत्येवार्थ उपपादितः । एकान्तनित्यमर्थक्रियासमर्थं न भवति क्रमयोगपद्याभावादित्यत्रापि विशेषावमर्शदशायां क्रमयौगपद्यनिरूपकत्वाभावेनार्थक्रियानियामकत्वाभावो
૧૩૦
‘विशेषावमर्शदशायाम्’ साध्यव्याप्यत्वेन गृहीतो हेतुः - अर्थक्रियासामार्थ्याभावरूपसाध्यव्याप्यीभूतक्रमयौगपद्याभावरूपविशेषधर्मनिर्णयरूपपरामर्शदशायामित्यर्थः । यद्यपि विशेषावमर्शो विशेषदर्शनं तच्च न्याय ‘साध्यव्याप्यहेतुमान् पक्षः' इति परामर्शात्मकं ज्ञानं तथापि जैनसिद्धान्ते परामर्शस्यानुमितिकारणत्वानङ्गीकारेणाकारणस्य तस्य सत्त्वाभिधानं न प्रकृतोपयोगीत्युक्त एवार्थ आदरणीयः ।
‘नित्यत्वादौ’ - कूटस्थनित्यत्वस्य जैनमतेऽप्रसिद्धत्वेऽपि अनित्यत्वसमानाधिकरणनित्यत्वरूपस्य कथञ्चिन्नित्यत्वस्य प्रसिद्धतया तादृशे नित्यत्वे अनित्यत्वसामानाधिकरण्याभावाऽवच्छेदेन उक्तोऽभावः सुखेन થશે. અહીં શશીયત્વ શૃંગમાં પ્રકા૨રૂપે ભાસે છે અને શૃંગ પ્રતિયોગિતાસંબંધથી અભાવમાં પ્રકારરૂપે ભાસે છે. (અનુમિતિમાં શશીયત્વવિશિષ્ટશૃંગમાં નાસ્તિત્વ પ્રકારરૂપે ભાસે) આવું બીજા વિકલ્પ પ્રમાણે માનવું પડે. અહીં બીજા વિકલ્પમાં એક વાત નક્કી છે કે વિકલ્પસિદ્ધ ધર્મી અખંડરૂપે તો નથી જ જણાતો કિન્તુ સખંડ (વિશેષણયુક્ત વિશિષ્ટ) રૂપે જણાય છે. એમાં શશસંબંધિત્વ નામનું વિશેષણ શૃંગાત્મક વિશેષ્યમાં ભાસે. અહીં વિશેષ્યાંશ તો પ્રસિદ્ધ જ છે. હવે જો તેનો વિશેષણાંશ પણ પ્રસિદ્ધ જ હોય તો પછી તેને વિકલ્પસિદ્ધ માનવાની જરૂર જ ન રહે. આથી વિશેષણનો વિશેષ્યમાં કાં તો સંશય અને કાં તો વિપર્યાસ (=અભાવ) માનવો પડે અને આવું માનો એટલે પછી વિશિષ્ટનું ભાન તો નહીં જ થાય કારણ કે વિશિષ્ટવૈશિષ્ટયાવગાહિ જ્ઞાન થવામાં વિશેષણતાવચ્છેદકપ્રકા૨કનિશ્ચય એ કારણ બને છે. અભાવ વિશેષ્ય છે, તેમાં વિશેષણ છે શૃંગ, શૃંગમાં વિશેષણતા છે અને શૃંગનિષ્ઠ શશીયત્વ એ વિશેષણતાવચ્છેદકધર્મ છે. તેથી શશીયત્વપ્રકારક સંશય કે વિપર્યય (= અભાવનિશ્ચય) જો થઈ જાય તો શશીયત્વપ્રકારકનિશ્ચય થઈ શકશે નહીં તો પછી ધર્મીની પ્રસિદ્ધિ શી રીતે શક્ય બને ? આનું સમાધાન ગ્રન્થકાર ‘વિશેષણાદંશે આહાર્યારોપરુપા'... ઈત્યાદિ ગ્રન્થથી કરે છે કે આહાર્યજ્ઞાનરૂપ વિકલ્પાત્મક અનુમિતિ માનવાથી ઉક્તપ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે. (બાનિશ્ચય હોવા છતા ઈચ્છાજન્ય જે જ્ઞાન થાય તેને આહાર્યજ્ઞાન કહેવાય છે.) શંકા. : ભલે કદાચ આવી વિકલ્પાત્મક અનુમિતિ (આહાર્ય અનુમિતિ) થઈ શકતી હોય તો પણ આવી વિકલ્પાત્મક અનુમિતિથી કોઈ વિશેષધર્મની સિદ્ધિ થઈ ન શકે. કોઈપણ વસ્તુની કે ધર્મની સિદ્ધિ પ્રામાણિક જ્ઞાનથી જ થાય.
સમા. : આવી આહાર્ય અનુમિતિ દ્વારા વસ્તુની સત્તા કે અસત્તા બેમાંથી એકને જ સિદ્ધ કરવાનું પ્રયોજન કે હોય છે. (અસ્તિત્વ-નાસ્તિત્વની વ્યાખ્યા ગ્રન્થકાર જણાવે છે-) વિવક્ષિત દેશ- કાળમાં વસ્તુની સત્તા એ અસ્તિત્વ છે અને સકલદેશ-કાળમાં વસ્તુની અસત્તાને નાસ્તિત્વ કહ્યું છે. આવી અનુમિતિ દ્વારા અસ્તિત્વ કે નાસ્તિત્વની સિદ્ધિ કરીને અન્ય વ્યક્તિએ તે વસ્તુ અંગે માની લીધેલા વિપરીત આરોપને દૂર કરવો એ જ માત્ર આવી અનુમિતિનું ફળ છે. જેમ કે - બૌદ્ધ સર્વજ્ઞને માનતો નથી. નાસ્તિત્વ એ તેનો વિપરીત આરોપ થયો. ઉક્ત પ્રકારની અનુમિતિ દ્વારા સર્વજ્ઞમાં અસ્તિત્વની સિદ્ધિ કરવા દ્વારા બૌદ્ધના ઉક્ત વિપરીત આરોપનો વ્યવચ્છેદ કરાય છે. આ જ રીતે વસ્તુના જ પર્યાયભૂત એવા સામાન્ય અને વિશેષને નૈયાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org