SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન તર્કભાષા वस्तुतस्तु खण्डश: प्रसिद्धपदार्थाऽस्तित्वनास्तित्वसाधनमेवोचितम् । अत एव “असतो णत्थि णिसेहो” (विशेषागा० १५७४) इत्यादि भाष्यग्रन्थे खरविषाणं नास्तीत्यत्र 'खरे ____ अयं भावा-विकल्पसिद्धधर्मिस्थलीये शाब्दबोधे अनुमितौ वा विकल्पसिद्धस्य धर्मिणो भाने त्रय एव पक्षाः सम्भवन्ति, तथाहि-तस्य अखण्डस्यैव वा भानं, विशिष्टरूपतया वा, खण्डशः प्रसिद्धतया वा । तत्र स्वसिद्धान्तविरोधितया प्रथमपक्षो नाङ्गीकर्तुं शक्यते । जैनसिद्धान्ते हि सर्वत्रापि ज्ञाने सत एव भानाभ्युपगमेन असतो भानस्य सर्वथा अनभिमतत्वात् । विकल्पसिद्धधर्मिणः प्रमाणासिद्धत्वेन अखण्डस्यासत्त्वात, अखण्डतभानाभ्युपगमे असभानस्यावर्जनीयत्वमेव । द्वितीयपक्षस्तु कथञ्चिदभ्युपगमार्हः। यत्र स्थले 'खरविषाणं नास्ति' इत्यादौ ‘विषाणं खरीयं न वा' इत्यादिर्न संशयः, न वा 'विषाणं खरीयं न' इति बाधनिश्चयस्तत्र अभावांशे खरीयत्वविशेषणविशिष्टस्य विषाणस्य भाने बाधकाभावात् । यत्र च પ્રમાણ દ્વારા જ પ્રમેયની સિદ્ધિ થઈ શકે.) તેથી વિકલ્પસિદ્ધ ધર્મી જ નથી. જૈન : તમે જે શાખા ઉપર બેઠા છો તેને જ છેદી રહ્યા છો. જો વિકલ્પસિદ્ધ ધર્મી હોય જ નહીં તો તમે તેનો નિષેધ પણ શી રીતે કરી શકો. અર્થાત્, વિહત્વસિદ્ધો ઘર્મી નાતિ પ્રમા.સિદ્ધત્વાતુ' આવા વચનપ્રયોગમાં તમે વિકલ્પસિદ્ધ ધર્મીને પક્ષ બનાવ્યો છે. તો આ પક્ષ તમને કયા પ્રમાણથી પ્રસિદ્ધ છે? જો પ્રસિદ્ધ હોય તો પછી તેમાં નાસ્તિત્વની સિદ્ધિ કરવી વિરુદ્ધ બની જાય અને જો અપ્રસિદ્ધ હોય તો પછી તેને ધર્મી (પક્ષ) બનાવ્યો શી રીતે ? માટે વિકલ્પસિદ્ધ ધર્મી નથી” એવું તમારું વચન જ તાદશ ધર્મીનું અસ્તિત્વ સિદ્ધ કરી આપતું હોવાથી તમારે મૌન રહેવું જ સારું છે (અન્યથા તમારે વદતો વ્યાઘાત થશે.) વિ૫સિદ્ધધર્મી વિશે વિશેષવિમર્શ ક નૈયાયિકોને જે રીતે જૈનો મૌનાપત્તિરૂપ દોષ આપે છે તે દોષ યદ્યપિ જૈનમતમાં પણ આપી શકાય છે. કારણ કે ‘સતો સ્થિ દ = અસત્ પદાર્થનો નિષેધ થઈ શકતો નથી' ઇત્યાદિ વિશેષાવશ્યકભાષ્ય ગ્રન્થ પ્રમાણે જૈનદર્શને પણ અસખ્યાતિ (અસત્ની વિધાન કે નિષેધરૂપે ખ્યાતિ-કથન) સ્વીકારી નથી. છતા પણ આ અંગે જૈન માન્યતાનુસારે જે સમાધાન છે તે ગ્રન્થકાર સ્વયં રૂટું વૈવ ધેય... ઈત્યાદિ ગ્રન્થ દ્વારા જણાવે છે. ધર્મી વિકલ્પ સિદ્ધ હોય તેવા સ્થળે શાબ્દબોધ કે અનુમિતિમાં ધર્માનું જ્ઞાન થવામાં ત્રણ વિકલ્પો સંભવી શકે. (૧) તે વિકલ્પસિદ્ધધર્મીનું અખંડ એક પદાર્થરૂપે જ્ઞાન થાય. (૨) વિશેષણ-વિશેષ્યભાવપૂર્વક વિશિષ્ટરૂપે ધર્માનું જ્ઞાન થાય. અથવા (૩) ધર્મોનું ખંડશઃ પ્રસિદ્ધ પદાર્થરૂપે જ્ઞાન થાય. હવે આમાંથી કયો વિકલ્પ સ્વીકારવો ઉચિત છે તે જોઈએ. શશશૃંગ નાસ્તિ' એવા વાક્યથી થતાં જ્ઞાનમાં પ્રથમ વિકલ્પ પ્રમાણે અખંડ શશશૃંગનું જ્ઞાન થાય છે એવું માનવું પડે. “ઘટો નાસ્તિ’ એવા વાક્યથી જેમ ઘટાભાવનું જ્ઞાન થાય છે અને તેમાં ઘટ પ્રતિયોગિરૂપે તથા અભાવ એ વિશેષ્યરૂપે જણાય છે તે જ રીતે “શશશૃંગ નાસ્તિ” એવા વાક્યથી શશશૃંગાભાવનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy