________________
૧૧૬
જૈન તકભાષા धर्मत्वस्यैवासिद्धेः, स श्यामः तत्पुत्रत्वादित्यत्र हेत्वाभासेऽपि पाञ्चलप्यसत्त्वाच्च, निश्चितान्यथानुपपत्तेरेव सर्वत्र हेतुलक्षणत्वौचित्यात् । तदुक्तं - अन्यथानुपपन्नत्वं रूपैः किं पञ्चभिः कृतम् ।
____ नान्यथानुपपन्नत्वं रूपैः किं पञ्चभिः कृतम् ।। ‘हेत्वाभासेऽपी'ति → उपलक्षणात् हेत्वाभासपर्यवसायी हेतुरपि ग्राह्यः, तेन सोपाधिकहेतोः परिग्रहः, तादृशे हेतौ च तत्पुत्रत्वलक्षणे दर्शितातिव्याप्त्युपपत्तिरपि स्यात् । यद्वा, नव्यैः सोपाधिकहेतोाप्यत्वासिद्धत्वेन सङ्ग्रहात् मूलोक्तमेव सम्यक् । इत्थं चातिव्याप्त्यव्याप्त्यादिदोषदुष्टत्वादेकलक्षणो हेतुरेव मन्तव्य इति स्थितम् । અર્થાત્ હેત્વાભાસ છે અને તેમાં ય બૌદ્ધનું હેતુલક્ષણ અતિવ્યાપ્ત બને છે. અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે “હેતુ સત્પતિપક્ષત્વરહિત હોવો જોઈએ,” (અર્થાતુ, હેતુનો કોઈ પ્રતિપક્ષભૂત પ્રતિ હેતુ ન હોવો જોઈએ) એવું હેતુનું પાંચમું સ્વરૂપ પણ માનવું પડશે. આ પાંચમું સ્વરૂપ તપુત્રત્વમાં ન હોવાથી ‘તપુત્રત્વ'માં હેતુનું લક્ષણ અતિવ્યાપ્ત નહીં બને. આમ, હેતુમાં ત્રિરૂપતા નહીં પણ પંચરૂપતા હોવી જરૂરી છે.
નૈયાયિકોની ઉક્ત માન્યતાનું ખંડન પણ બૌદ્ધની ત્રિરૂપતાના ખંડનથી જ થઈ ગયેલું જાણવું. કારણ કે હવે શકટનક્ષત્રનો ઉદય થશે કારણ કે અત્યારે કૃત્તિકા નક્ષત્રનો ઉદય છે' ઈત્યાદિ પૂર્વોક્ત સ્થળોમાં પક્ષધર્મત્વ અઘટમાન છે એ વાત તો પૂર્વે જણાવી જ ગયા છીએ. તેનાથી જ જણાય છે કે પંચરૂપતા વિનાનો હેતુ પણ જો અન્યથાઅનુપપન્ન હોય તો તે સદ્ધતુ હોઈ શકે છે. આમ, બૌદ્ધની ત્રિરૂપતાના ખંડન દ્વારા જ તૈયાયિકની પંચરૂપતાનું ખંડન થઈ જાય છે, તેમ છતાં તે બહુ મહાનું છે તેથી તેણે માનેલી પંચરૂપતાના ખંડન માટે જુની દલીલને કામે ન લગાડતા નવી નક્કોર દલીલ જ આપવી જોઈએ એવો જો તેમનો આગ્રહ હોય તો લો ત્યારે, સાંભળો !
મિત્રા નામની કોઈ સ્ત્રીના ચાર પુત્રો છે. ત્રણ કાળા છે, એક ગૌરવર્ણનો છે. મિત્રાના ત્રણે શ્યામ પુત્રોને જોનારી વ્યક્તિ મિત્રાના ચોથા પુત્રમાં શ્યામત્વનું અનુમાન કરે છે – “તે (=ચોથો પુત્ર) શ્યામ છે, કારણ કે મિત્રાનો પુત્ર છે, જેમ કે મિત્રના અન્ય ત્રણ પુત્રો. અહીં ‘મિત્રાપુત્રત્વહેતુ છે. તેમાં તૈયાયિકોએ માનેલા હેતુના પાંચે સ્વરૂપો (પક્ષધર્મત્વાદિ) રહેલા છે અને છતા પણ મિત્રાપુત્રત્વ હેતુ સોપાધિક હોવાથી હેત્વાભાસ છે. તેથી તૈયાયિકોનું હેતુલક્ષણ તેમાં જવાથી અતિવ્યાપ્ત બને છે. (સોપાધિક હેતુમાં ઉપાધિયુક્ત વ્યાપ્તિ હોવાથી તે હેતુ વ્યાપ્યતાસિદ્ધ કહેવાય છે.) આથી હેતુનું અન્યથાઅનુપપત્તિ એવું એક જ લક્ષણ સર્વત્ર માનવું ઉચિત છે. આવું લક્ષણ ‘તપુત્રત્વ' હેતુમાં ન હોવાથી અમારે જૈનોને કોઈ આપત્તિ આવતી નથી.
(અહીં પ્રસંગતઃ ઉપાધિનું સ્વરૂપ જાણી લઈએ. “HTધ્યવ્યાત્વેિ સતિ સાધના વ્યાપકમ્ ૩પધઃ' જે સાધ્યને વ્યાપક હોય પણ હેતુને વ્યાપક ન હોય તે ઉપાધિ. આ તેનું લક્ષણ છે. પ્રસ્તુતમાં “તપુત્રત્વ' સોપાધિક હેતુ છે કારણ કે “શાકપાકજન્યત્વ' એ ત્યાં ઉપાધિ છે. પૂર્વના ત્રણ પુત્રો શાકપાકજન્ય હોવાથી શ્યામ હતા (અર્થાતુ, તે ત્રણ પુત્રો ગર્ભમાં હતા ત્યારે મિત્રાએ બહુ શાક-આહાર કર્યો હોવાથી તે શ્યામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org