SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૦૩ भवतां व्यवहारतः प्रामाण्यप्रसिद्धेः। यस्तु-अग्निधूमव्यतिरिक्तदेशे प्रथमं धूमस्यानुपलम्भ एकः, तदनन्तरमग्नेरुपलम्भस्ततो धूमस्येत्युपलम्भद्वयम्, पश्चादग्नेरनुपलम्भोऽनन्तरं धूमस्याप्यनुपलम्भ 'तन्ने'त्यादिना। तथाहि- ननु किं तर्कस्य विकल्पात्मकतयाऽप्रामाण्यं प्रत्यक्षपृष्ठभावित्वेन तद्गृहीतमात्रग्राहित्वकृतं, आहोस्वित् तत्पृष्ठभावित्वेऽपि तदगृहीतग्राहित्वेऽपि सामान्यग्राहित्वकृतम् । प्रथमपक्षं तावदूषयन्नाह 'प्रत्यक्षपृष्ठभाविनो' इत्यादि। अयमर्थः- प्रत्यक्षगृहीतस्वलक्षणमात्रग्राहितया विकल्पस्याप्रामाण्येऽपि न तस्य सकलव्यक्त्युपसंहारेण व्याप्त्यवगाहित्वम् । सामस्त्येन व्याप्त्यवगाहित्वे च प्रागुक्तरीत्या तर्कस्यैव सामर्थ्यात् । न चैतत्प्रतिपत्तौ प्रमाणान्तरं प्रभवति येन गृहीतग्राहिता स्यादित्यक्षतं तर्कप्रामाण्यं । अथ द्वितीय इत्यत आह 'तादृशस्य तस्य' इत्यादि । अयमर्थः- प्रत्यक्षागृहीतसामान्यविषयकत्वेऽपि प्रत्यक्षपृष्ठभाविनो विकल्पस्यानुमानवत् प्रामाण्ये बाधाभावात् । ‘परम्परयेति = अनुमीयमानविषयव्याप्तस्वलक्षणात्मकलिङ्गजन्यत्वात् । अयम्भाव:- बौद्धा अपि अवस्तुभूतसामान्यभासकत्वेन अनुमितेः प्रत्यक्षवत् साक्षात्स्वलक्षणात्मकग्राह्यजन्यत्वाभावेऽपि तस्याः अतद्व्यावृत्तिरूपसामा ઉત્તરપક્ષ : પ્રત્યક્ષજ્ઞાન પછી થનારા વિકલ્પરૂપ હોવાથી તર્કને તમે અપ્રમાણ કહો છો પણ તે અંગે બે વિકલ્પ થશે (૧) પ્રત્યક્ષપૃષ્ઠભાવી હોવાથી ગૃહીતગ્રાહી છે માટે તકને તમે અપ્રમાણ કહો છો? કે, (૨) અગૃહીતગ્રાહી હોવા છતાં પણ સામાન્યગ્રાહી છે માટે તેને અપ્રમાણ કહો છો. આમાં પ્રથમ વિકલ્પ તો સીધો જ ઊડી જશે કારણ કે તર્ક પ્રત્યક્ષપૃષ્ઠભાવી હોવા છતાં પણ ગૃહીતગ્રાહી નથી. પ્રત્યક્ષથી તો પુરોવર્તિ સાધ્ય-સાધનાદિનું જ્ઞાન થઈ શકે જ્યારે તર્ક તો સકલસાધ્ય સાધન વ્યક્તિઓને સાંકળી લઈને પ્રવર્તે છે તેથી તે તો અગૃહીતગ્રાહી છે. હવે બીજો વિકલ્પ વિચારીએ તો એમાં તો તમારા પગ નીચે જ રેલો આવશે. (બૌદ્ધ “સામાન્ય' પદાર્થને માનતો નથી. અર્થાત્, તેને અવસ્તુ માને છે. તેથી તેમની એવી દલીલ છે “તર્ક જેને વિષય બનાવે છે તે “સામાન્ય પદાર્થ છે અને તેથી તેને પ્રમાણ કહેવાય નહીં.') સામાન્યવિષયક વિકલ્પ હોવાથી જો તર્કને અપ્રમાણ કહી દેશો તો તમારાં અનુમાન પ્રમાણ પણ ઊડી જશે કારણ કે તે પણ સામાન્યવિષયક જ છે. અનુમાનથી પણ “પર્વત ઉપર અગ્નિ છે' એટલું જ સામાન્ય રીતે જણાય છે પછી તે અગ્નિ તાર્ણ ( તૃણજન્ય) છે કે પાર્ટી (=પર્ણજન્ય) છે ઈત્યાદિ વિશેષજ્ઞાન થતું નથી. તેથી જણાય છે કે અનુમિતિ સામાન્યાવગાહી છે. છતાં, જો તમે અનુમાનને વ્યવહારથી પ્રમાણ માનો છો તે પછી તર્કને પ્રમાણ માનવામાં શું વાંધો છે? અહીં “વ્યવહારતઃ પ્રામાણ્યપ્રસિદ્ધઃ' કહ્યું છે. બૌદ્ધનું વ્યાવહારિક પ્રામાણ્ય શું છે તે જોઈએ. દૂરથી ઘટ જોયો અને નજીક આવતા ઘટ પ્રાપ્ત થયો.” આવો ઐક્ય-અધ્યવસાય થાય છે. ઐક્યાધ્યવસાય એ જ, થયેલ પ્રત્યક્ષમાં અવિસંવાદ. આવો અવિસંવાદ જણાવાથી પ્રામાણ્ય મનાય છે. તેવું જ અનુમિતિ અંગે પણ છે. ત્યાં અનુમેય અને પ્રાપ્ય વચ્ચે ઐક્ય અધ્યવસાયરૂપ એટલે કે જેની અનુમિતિ કરેલી તે જ મળ્યું એવા અધ્યવસાયરૂપ અવિસંવાદ જણાશે અને તેથી અનુમિતિજ્ઞાનમાં પણ પ્રામાણ્ય કહે છે. આમ અનુમાનમાં સામાન્ય પદાર્થ (કે જે બૌદ્ધ મતે અવસ્તુરૂપ છે તે) જ જણાય છે તેમ છતાં પણ પરંપરાએ અનુમાન પણ વિશેષનો પ્રાપક બનતો હોવાથી વસ્તુને બંધાયેલો છે તેથી અનુમાનમાં વ્યાવહારિક પ્રામાણ્ય તો તમે માનો છો. પછી તર્કમાં પ્રામાણ્ય માનવામાં શું વાંધો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy